'18 લાખનુ મકાન ખરીદ્યુ, પછી નાઈટ ક્લબમાં જોરદાર દારુ પીધો અને સવારે ઉઠી તો...'

મહિલાએ હરાજીમાં ઘર ખરીદ્યુ હતુ અને પછી તેણે નાઈટ ક્લબમાં જઈને દારૂ પીધો હતો. પછી શું થયુ જાણો રસપ્રદ વાત.

નૉર્થ વેલ્સઃ દારૂના નશામાં વ્યક્તિ ઘણીવાર એવી કેટલીક ભૂલો કરી બેસે છે જેનુ પરિણામ તેને પછીથી ભોગવવુ પડે છે. ક્યારેક કોઈ પોતાનુ મહત્ત્વનું કામ ભૂલી જાય છે તો કોઈ મર્યાદા કરતાં વધુ બિનજરૂરી ખરીદી કરે છે. અને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. એક મહિલા સાથે જે થયુ તે આનાથી બરાબર ઉલટુ હતુ. વાસ્તવમાં, આ મહિલાએ હરાજીમાં ઘર ખરીદ્યુ હતુ અને પછી તેણે નાઈટ ક્લબમાં જઈને દારૂ પીધો હતો. મહિલાએ એટલો દારૂ પીધો હતો કે સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તે ભૂલી ગઈ હતી કે તેણે ઘર ખરીદ્યુ છે. જોકે, બાદમાં તેનો નિર્ણય તેના માટે ઘણો લકી સાબિત થયો.

'ખબર નહિ મને કેમ એ સંપત્તિ ગમી ગઈ'

'ખબર નહિ મને કેમ એ સંપત્તિ ગમી ગઈ'

'ડેઈલી સ્ટાર'ના સમાચાર અનુસાર લુઆના રિબેરિયા નામની આ મહિલા નૉર્થ વેલ્સના એન્ગલસીમાં રહે છે અને હવે તે એક પીઆર ફર્મની માલિક છે. લુઆના રિબેરિયાએ કહ્યુ, 'એક જગ્યાએ એક ઘરની હરાજી થઈ રહી હતી અને હું મારા એક મિત્ર સાથે ત્યાં ગઈ હતી. જો કે, મારા મિત્રને ઘર ગમ્યુ નહિ કારણ કે તે ખરાબ વિસ્તારમાં હતુ. પરંતુ ખબર નહિ કેમ મને તે પ્રોપર્ટી ગમી અને વિચાર્યુ કે તે એક સારુ રોકાણ હશે.

'મને ખૂબ જ હેંગઓવર હતુ'

'મને ખૂબ જ હેંગઓવર હતુ'

લુઆના રિબેરિયાએ વધુમાં કહ્યુ, 'મે તે ઘર હરાજીમાં 20 હજાર પાઉન્ડ (લગભગ 18 લાખ રૂપિયા)માં ખરીદ્યુ અને પછી હું જ્યાં કામ કરતી હતી ત્યાં નાઈટ ક્લબમાં આવી. અહીં આવીને મે ખૂબ દારુ પીધો. સવારે ઉઠી ત્યારે મને બિલકુલ યાદ નહોતુ કે મે પ્રોપર્ટી ખરીદી છે. મને ઘણુ હેંગઓવર હતુ અને મારો બૉયફ્રેન્ડ ખૂબ જ પરેશાન હતો. જ્યારે મેં તેને આનુ કારણ પૂછ્યુ તો તેણે કહ્યુ કે મે એક પ્રોપર્ટી ખરીદી છે. તેમાં એને ડર છે કે આ નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે.'

'હું ક્યારેય વધારે નથી પીતી, પરંતુ...'

'હું ક્યારેય વધારે નથી પીતી, પરંતુ...'

લુઆના રિબેરિયાએ કહ્યુ, 'પરંતુ તે ઘર ખરીદવુ એ મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો. હું ક્યારેય વધુ નથી પીતી પરંતુ તે દિવસે એક પછી એક ડ્રીન્ક વધતુ ગયુ. બૉયફ્રેન્ડને કહ્યા બાદ સવારે મે એસ્ટેટ એજન્ટને ફોન કરીને ઘરના કાગળો મેળવ્યા હતા. મે તે ઘર લગભગ એક વર્ષ સુધી મારી પાસે રાખ્યુ અને પછી તેને બમણી કિંમતે વેચીને બીજી મિલકત ખરીદી.

બે પ્રોપર્ટી પર 20-20 હજાર પાઉન્ડનો નફો થયો

બે પ્રોપર્ટી પર 20-20 હજાર પાઉન્ડનો નફો થયો

પોતાના નસીબદાર જીવન વિશે લુઆના રિબેરિયાએ આગળ કહ્યુ, 'મે બીજી પ્રોપર્ટી પર 20 હજાર પાઉન્ડનો પૂરો નફો કર્યો અને પછી મે ત્રીજી પ્રોપર્ટી ખરીદી. મે આ પ્રોપર્ટી પણ 20 હજાર પાઉન્ડના નફા સાથે વેચી. જ્યારે મે પ્રોપર્ટીમાંથી ઘણી કમાણી કરી ત્યારે હું પોર્ટુગલ ગઈ અને મારી પોતાની એક પીઆર કંપની શરૂ કરી.

'પતિના દોસ્ત સાથે થયો અફેર'

'પતિના દોસ્ત સાથે થયો અફેર'

તમને જણાવી દઈએ કે આ પહેલા લુઆના રિબેરિયાએ પણ પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો હતો. લુઆનાએ જણાવ્યુ હતુ કે કેવી રીતે તેના પતિથી છૂટાછેડા દરમિયાન તેના જ એક મિત્ર સાથે તેનુ અફેર થયુ અને હવે તે તેની સાથે ખુશીથી રહે છે. લુઆનાના કહેવા પ્રમાણે 2016માં તેણે અને તેના પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ કાયદા અનુસાર બંનેએ છ મહિના સુધી એક જ ઘરમાં સાથે રહેવુ પડ્યુ હતુ. આ દરમિયાન લુઆનાનુ તેના પતિના જૂના મિત્ર સાથે અફેર હતુ અને બંનેએ સાથે રહેવાનુ નક્કી કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X