23 વર્ષીય સુંદર મોડલ, એક ખામીએ તેને અપાવી પ્રસિદ્ધિ

Written By:
Subscribe to Oneindia News

ફેશન અને મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સુંદર લોકોની કોઇ ખોટ નથી. આ ક્ષેત્રમાં નામના અને પૈસા મેળવવા માટે સુંદરતા અને સ્વસ્થ, કસાયેલું શરીર ખૂબ ઉપયોગી છે. આ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવવા માટે રોજ અસંખ્ય લોકો આવે છે, પરંતુ એમાંથી બહુ ઓછા લોકો આ ક્ષેત્રમાં નામના મેળવવામાં સફળ થાય છે. આ અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રમાં એક મોડલ એવી છે જે માત્ર પોતાની સુંદરતા નહીં, પરંતુ હિંમત અને જિજીવિષાને કારણે એક સુપરમોડલ બનવામાં સફળ થઇ છે. પોતાની હિંમત દ્વારા તેણે પોતાની વિકલાંગતાને માત આપી છે અને આજે દુનિયાની પ્રથમ વ્હીલચેર મોડલ બની ગઇ છે.

વિશ્વની પ્રથમ વ્હીલચેર મોડલ

વિશ્વની પ્રથમ વ્હીલચેર મોડલ

આ મોડલનું નામ છે અલેક્ઝાંડ્રા કુતાસ. આ સુપરમોડલ મૂળ યૂક્રેનની છે. તે વ્હીલચેર પર આધારિત છે, પંરતુ આને કારણે જ તે દુનિયાની પહેલી એવી મોડલ છે જે ફેશન શોમાં રેમ્પ પર વ્હીલચેર સાથે રેમ્પ વોક કરે છે.

ચાલવાનો અનુભવ

ચાલવાનો અનુભવ

આ મોડલ હજુ માત્ર 23 વર્ષની છે. તેની સુંદરતાનો જાદુ એવો છે કે, તેને એકવાર જે વ્યક્તિ જુએ એ જોતો જ રહી જાય. લોકો તેની સુંદરતાના પર ફિદા છે. અલેક્ઝાંડ્રા કોઇ દિવસ પોતાના પગે ઊભી થઇને ચાલી નથી, પરંતુ તેનું સપનું છે કે તે એક દિવસ ચાલી શકે અને ચાલવાનો અનુભવ કેવો થાય છે એ જાણી શકે.

ઇન્ડિયન રનવે વિક 2017

ઇન્ડિયન રનવે વિક 2017

અલેક્ઝાંડ્રાએ હાલમાં જ ઇન્ડિયન રનવે વિક 2017માં ભાગ લીધો હતો અને જ્યારે તે રેમ્પ પર ઉતરી ત્યારે લોકો એને જોતાં જ રહી ગયા હતા. અલેક્ઝાંડ્રાના આત્મવિશ્વાસને જોઇને ઘણી પ્રખ્યાત મોડલ્સ પણ દંગ રહી જાય છે. તેમનો કોન્ફિડન્સ અને ગ્રેસ ખરેખર વખાણવાલાયક છે.

સ્પાઇનલ કોર્ડ ઇન્જરીથી પીડિત

સ્પાઇનલ કોર્ડ ઇન્જરીથી પીડિત

અલેક્ઝાંડ્રા જન્મથી જ સ્પાઇનલ કોર્ડ ઇન્જરીથી પીડિત છે, જેને કારણે તેમનો કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે અન ચાલી નથી શકતી. અલેક્ઝાંડ્રા ઇચ્છે છે કે, ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ વિકલાંગ લોકો માટે સ્થાન બને અને આ માટે જ તેણે પોતાને માટે મોડલિંગ સેક્ટર પસંદ કર્યું છે.

English summary
World First Wheelchair Model Alexandra Kutas ramp on India Runway Week 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.