ઇસ્લામના નામે જાહેર થયેલા આ અજીબોગરીબ ફતવા સાંભળીને તમે હશી પડશો, ફની છે પુરી લિસ્ટ
ઇસ્લામ તેના ફતવા માટે બદનામ છે. મહિલાઓને શું પહેરવુ અને શું ખાવુ તેમજ કોણ કેવી રીતે રહેશે અને શેનો ઉપયોગ કરશે તેને લઈને ઈસ્લામમાં ઘણા ફતવા બહાર પડ્યા છે. આ ફતવામાં કેટલાક તો એવા છે જે સાંભળીને જ તમે હશી પડશો.
ઇસ્લામમાં ફતવો એક પ્રકારનો આદેશ છે અને તેને મુફ્તી જારી કરે છે. આ આદેશ કુરાન અને હદીસને આડે દઈને કરાય છે. દુનિયાભરમાં ઘણા પ્રકારના ફતવા જારી કરવામાં આવી રહ્યા છે, જે એટલા વિચિત્ર છે કે તમે તેના વિશે સાંભળીને હસી પડશો.

ટોમબોય બનવું એ ગુનો
ધણી છોકરીઓને ટોમબોય અંદાજ પસંદ આવે છે. જો કે ઈસ્લામમાં તેના પર પ્રતિબંધ છે. છોકરીઓ ટૂંકા વાળ રાખી છોકરાઓ જેવા કપડા પહેરે છે. મલેશિયાની નેશનલ ફતવા કાઉન્સિલ દ્વારા થોડા વર્ષો પહેલા એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં હેઠળ ટોમબોય હોવું એ છોકરીઓ માટે લેસ્બિયન સમાન એક પ્રકારનો ગુનો ગણાવાયો હતો. આ દેશના કાયદા અનુસાર, જો કોઈ છોકરી છોકરાની જેમ પોશાક પહેરે છે અથવા બે છોકરીઓ વચ્ચે રોમાંસ થાય તો તેને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
મંગળ પર રહેવું ખોટું
સંયુક્ત આરબ અમીરાતની જનરલ ઓથોરિટી ફોર ઈસ્લામિક અફેર્સ એન્ડ એન્ડોમેન્ટે ફતવો બહાર પાડ્યો અને કહ્યું કે મંગળ પર જવું ખોટું છે અને આ ન કરવું જોઈએ. તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું કે ત્યા રહેવું અશક્ય છે. જો કોઈ આવું કરે છે તો આ એક પ્રકારની આત્મહત્યા હશે. ઇસ્લામમાં આત્મહત્યા પ્રતિબંધિત છે.
મિકી માઉસ શેતાન છે
એક ફતવામાં બાળકોના ફેવરિટ મિકી માઉસ કાર્ટૂનને શેતાન ગણાવાયો હતો. સાઉદી અરેબિયાના મુફ્તી મોહમ્મદ-અલ-મુનાજીદે ફતવો જારી કરતા કહ્યું કે, મિકી માઉસ શેતાનનો સૈનિક છે અને તે પોતે પણ શેતાન છે, તેથી બાળકોએ તેને ન જોવે.
બુફે ખાવાનું હરામ
લગ્નમાં લોકોને બુફે ખાવાનું પસંદ આવે છે. જો કે સાઉદી અરેબિયાના એક ઈસ્લામિક વિદ્વાન અનુસાર, જો કોઈ વ્યક્તિ બુફેમાં ખાય છે તો તે ગુનો ગણાય છે.
મહિલાઓના ઈમોજી પર પ્રતિબંધ
અહેવાલો અનુસાર, માત્ર પુરૂષો જ ઈમોજીનો ઉપયોગ કરી શકે છે. મહિલાઓ ફોનમાં ઈમોજીનો ઉપયોગ કરી શકતી નથી. તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું કે અન્ય વ્યક્તિનું ચિત્ર દોરવું ખોટું છે.
વિદેશ જવાની મનાઈ
સાઉદી અરેબિયાના ધાર્મિક નેતા શેખ અબ્દુલ્લા અલ સુવેલમ અલ-કાયદાના આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવા માટે એક અભિયાન ચલાવે છે. તેમણે દાવો કર્યો કે મુસ્લિમોએ અન્ય દેશોમાં મુસાફરી ન કરવી જોઈએ. આમ કરવું હરામ છે.












Click it and Unblock the Notifications
