ભારતના 1% અમીર લોકો પાસે દેશની કુલ 58% સંપત્તિ

Written By:
Subscribe to Oneindia News

વિશ્વભરમાં અમીરો અને ગરીબો વચ્ચે અસમાનતા સતત વધતી જણાય છે. ઑક્સફેમના તાજેતરના એહેવાલના આંકડાઓ વધુ આંચકો આપે એવા છે અને તે ઉપરોક્ત વાક્યની પુષ્ટિ કરતા દેખાય છે. ઑક્સફેમની રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, દેશની 58% સંપત્તિ અહીંની માત્ર 1% આબાદી પાસે છે.

ruppee

આ આંકડા વૈશ્વિક સ્તરના 50% આંકડાથી વધુ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમાં યોજાનારી વાર્ષિક બેઠક પહેલાં અધિકાર સમૂહ ઑક્સફેમ દ્વારા બાહર પાડવામાં આવેલા એક અહેવાલ અનુસાર ભારતના કેવળ 57 અરબપતિઓ પાસે કુલ 216 અરબ ડોલરની સંપત્તિ છે, જે દેશની લગભગ 70% આબાદીની કુલ સંપત્તિ બરાબર છે.

ઑક્સફેમના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કુલ 84 અરબપતિઓ છે, જેમની કુલ સંપત્તિ છે 248 અરબ ડોલર. આમાં 19.3 અરબ ડોલરની સંપત્તિ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પહેલા સ્થાને છે. ત્યાર બાદ દિલીપ સંઘવી 16.7 અરબ ડોલર સાથે બીજા નંબર પર છે અને ત્રીજા નંબર છે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી, જેમની સંપત્તિ છે 15 અરબ ડોલર.

ઑક્સફેમના અહેવાલ અનુસાર ભારતની કુલ સંપત્તિ લગભગ 211 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે કે વિશ્વભરની કુલ સંપત્તિ લગભગ 17,427 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દુનિયાની આ સંપત્તિમાં લગભગ 4500 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ માત્ર 8 લોકોમાં વહેંચાયેલી છે.

મુકેશ અંબાણીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી - 19.3 અરબ ડોલર
દિલીપ સંઘવીઃ સન ફાર્માસ્યુટિકલ - 16.7 અરબ ડોલર
અઝીમ પ્રેમજીઃ વિપ્રો લિમિટેડ - 15 અરબ ડોલર
શિવ નાડારઃ એચસીએલ - 11.1 અરબ ડોલર
સાયરસ પૂનાવાલા - 8.5 અરબ ડોલર
લક્ષ્મી મિત્તલ - 8.4 અરબ ડોલર
ઉદય કોટક - 6.3 અરબ ડોલર
કુમાર મંગલમઃ આદિત્ય બિરલા ગ્રૂપ - 6.1 અરબ ડોલર

English summary
1 percent Indian have total 58 percent wealth of whole India.
Please Wait while comments are loading...