કોઈ પણ યુઝરના ડેટાનો દુરુપયોગ કરવા પર 15 કરોડનો દંડ લાગશે

યુઝર ડેટાની સુરક્ષા માટે ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિનું કહેવું છે કે જાતિ-ધર્મ, પાસવર્ડ, આધાર અને ટેક્સ સંબંધિત જાણકારી આ બધા જ સંવેદનશીલ વ્યક્તિગત આંકડા છે.

યુઝર ડેટાની સુરક્ષા માટે ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિનું કહેવું છે કે જાતિ-ધર્મ, પાસવર્ડ, આધાર અને ટેક્સ સંબંધિત જાણકારી આ બધા જ સંવેદનશીલ વ્યક્તિગત આંકડા છે. સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝરની સ્પષ્ટ સહમતી વિના તેનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ નહીં થવો જોઈએ.

data leak

જસ્ટિસ બી એન કૃષ્ણન અધ્યક્ષતામાં બનેલી કમિટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડેટા સુરક્ષા નિયમનો ઉલ્લંગન કરનાર કંપનીઓને 15 કરોડ રૂપિયાથી લઈને તેના આંતરરાષ્ટ્રીય કારોબારના કુલ 4 ટકા ટર્નઓવરનો દંડ લાગી શકે છે.

કમિટી ઘ્વારા ડેટા સુરક્ષા નિયમ વિશે જણાવવામાં આવ્યું છે કે યુઝરને તેની સહમતી વિશે જાણકારી હોવી જોઈએ. યુઝરની સહમતી બિલકુલ સાફ હોવી જોઈએ અને યુઝર પાસે તેની સહમતી પાછી લેવા માટે પણ અધિકાર હોવો જોઈએ. આપણે જણાવી દઈએ કે જસ્ટિસ બી એન કૃષ્ણન ઘ્વારા આ રિપોર્ટ શુક્રવારે સૂચના તકનીકી મંત્રી રવિશંકર પ્રસાદને સોંપવામાં આવ્યો છે.

આ વિશે સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ ગ્રાહકોને પોતાના ડેટા સુધી પહોંચવા માટે અધિકાર હોવો જોઈએ. કમિટી ઘ્વારા કોઈ પણ જાણકારી વિના ડેટામાં બદલાવ કરવા વિશે ચિંતા દર્શાવી અને એવું રોકવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા.

સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિની પર્સનલ માહિતી ભેગી કરી અને થર્ડ પાર્ટી એપ ઘ્વારા યુઝર ડેટા ભેગા કરવા વિરુદ્ધ પગલાં ભરવા માટે પણ કહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X