For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા

20 લાખ કરોડું મહાપેકેજઃ 4 L પર ફોકસ, નાણામંત્રી આજે કરશે મોટી ઘોષણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ લૉકડાઉનના 54મા દિવસે પાંચમી વાર દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદી 33 મિનિટ સુધી બોલ્યા અને 2300થી વધુ શબ્દોના ઉપયોગ સાથે જ દેશ માટે મહાપેકેજની ઘોષણા કરી દીધી. પીએમ મોદીએ પોતાના આખા સંબોધનમાં 28 વાર આત્મનિર્ભર શબ્દનો ઉપયોગ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ ભારત માટે સંકેત, સંદેશ અને અવસર પણ છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર બનવું જ એક રસ્તો છે. તેમણે કોરોનાના પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થને રસ્તો આપવા માટે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી દીધી છે. આ પેકેજથી લોકોને વધુ ફાયદો મળવાની ઉમ્મીદ છે જે 4L સાથે જોડાયેલ છે.

શું છે 4 L

શું છે 4 L

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 4 એલ પર ચર્ચા કરી. તેમણે આ મહાપેકેજની ઘોષણા સાથે જ ઈશારો કર્યો કે તેમનું ફોકસ 4 એલ પર છે, જેમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ સામેલ છે. પીએમે આ ચાર એલને જ પ્રમુખતા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આર્થિક પેકેજ દેશના એ ખેડૂતો માટે, એ શ્રમિકો માટે છે જે વિકટ પરિસ્થિતિમાં દેશ માટે દિવસ રાત કામ કરે છે.

આત્મનિર્ભર બનવાની દિશામાં ભારત

આત્મનિર્ભર બનવાની દિશામાં ભારત

પીએમ મોદીએ કહ્યું કે આ 20 લાખ કરોડનું આ પેકેજ 2020માં દેશને આત્મનિર્ભર બનાવશે. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આત્મનિર્ભર ભારતના વિકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ પર બળ આપ્યું છે.તેમણે કહ્યું કે આ આર્થિક પેકેજથી દેશના લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, MSMEને મોટી રાહત મળશે.આ પેકેજ દેશના મધ્યમવર્ગ માટે છે, જે ઈમાનદારીથી ટેક્સ આપે છે. ભારતને બુલંદીઓ સુધી પહોંચાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે એવા ઉદ્યોગપતિઓ માટે છે. દેશના ગરીબ, શ્રમિક, પ્રવાસી મજૂર, માછીમાર, રેકડીઓ પર સામાન વેચનારા માટે છે.

આજે નાણામંત્રી ઘોષણાઓ કરી શકે છે

આજે નાણામંત્રી ઘોષણાઓ કરી શકે છે

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે નાણામંત્રી આ રાહત પેકેજ વિશે વિસ્તારથી જાણકારી આપશે. આજે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર સાથે મળી આ મહાપેકેજ વિશે વિસ્તારથી જાણકારી આપી શકે છે. 20 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ પેકેજથી MSME, ગૃહ ઉદ્યોગને ધુ ફાયદો મળી શકે છે. એક્સપર્ટ્સ મુજબ એમએસએમઈ સેક્ટરને હાલ બહુ મોટાપેકેજની જરૂરત હતી. આ મોટા પેકેજથી દેશની અર્થવ્યવસ્થા ખાસ કરીને એમએસએમઈને રાહત મળવાની ઉમ્મીદ છે.

પીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનોપીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનો

English summary
20 Lakh Crore Maha Package announced, focus of package on four L, Know what is this 4 L, Finance Minister may announce Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X