For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GDP ડેટા માટે વર્ષ 2011 12 નવું બેઝ વર્ષ ગણાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 નવેમ્બર : આજે બહાર પડેલા એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2015માં આર્થિક વૃદ્ધિદરની ગણતરી કરવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2011-12ને ધ્યાનમાં લેવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011-12ને બેઝ યર ગણીને સરકાર નવા નેસનલ એકાઉન્ટ બહાર પાડવાની છે.

આ અંગે નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (એનએસસી)ના ચેરમેન પ્રોનોબ સેને મીડિયાને જણાવ્યું હતું કે 'નવી સીરીઝમાં નવા સેક્ટર્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જેના કારણે તેમાં અર્થતંત્રનું વધારે સારું પ્રતિબિંબ ઝીલી શકાશે. જો કે તેના આધારે એ કહેવું મુશ્કેલ છે કે નવી ગણતરીથી અગાઉના વર્ષોના વૃદ્ધિદરમાં કોઇ ફેર પડશે કે નહીં.'

stock-market-5

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર NSCના સૂચન અનુસાર દર પાંચ વર્ષે બેઝ યર બદલવામાં આવે છે. વર્ષ 2011-12 થી ત્રણ વર્ષ સુધીનો નવો જીડીપી ડેટા રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત સરકાર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ), વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ) અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) માટે પણ બેઝ યર સુધારશે, તેને સંબંધિત નવા અહેવાલ અને આંકડા માર્ચ 2016માં રજૂ કરશે.

English summary
2011-12 to be new base year for GDP data.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X