For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 વર્ષની છોકરી આ બિઝનેસથી ભરી રહી છે પોતાની ફી, દર મહિને કમાઈ રહી છે 70 હજાર રૂપિયા

મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા કેટલી જરૂરી છે તેની એક ઉત્તમ ઉદાહરણ છે કાશ્મીરના પુલવામાની નીલોફર જાન. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા કેટલી જરૂરી છે તેની એક ઉત્તમ ઉદાહરણ છે કાશ્મીરના પુલવામાની નીલોફર જાન. એક સમય હતો જ્યારે નીલોફર પોતાના સેમેસ્ટરની 16,000 રૂપિયા ફી નહોતી આપી શકતી પરંતુ આજે તે દર મહિના લગભગ 70,000 રૂપિયા કમાય છે. ખુદ પોતાની ફી ભરી શકે છે અને પોતાના આખા પરિવારની જરુરિયાતોનુ પણ ધ્યાન રાખે છે. આની પાછળ એક આકર્ષક પાક છે જેને મશરુમ કહેવાય છે. મશરુમની ખેતીથી નીલોફર એક સારુ આર્થિક રીતે સ્થિર જીવન જીવવામાં સક્ષમ થઈ ગઈ છે. આ બધુ ત્યારે શરુ થયુ જ્યારે 22 વર્ષીય નીલોફરે એક સ્થાનિક કૃષિ કેન્દ્ર દ્વારા આયોજિત બટન મશરૂમની ખેતી પર એક સપ્તાહના કોર્સમાં ભાગ લીધો.

ઘરે જ શરુ કર્યુ મશરુમ ઉગાડવાનુ

ઘરે જ શરુ કર્યુ મશરુમ ઉગાડવાનુ

એક સપ્તાહના કોર્સ બાદ તે ખૂબ જલ્દી ઘરે મશરુમ ઉગાડવા લાગી અને દર મહિને હજારો કમાઈ રહી હતી. તેમનુ શરૂઆતનુ રોકાણ 15,000 રૂપિયા પ્રતિ મહિના હતુ. નીલોફર ઈંદીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. તે આજે એટલો લાભ કમાય છે જે તેના શિક્ષણના ખર્ચને પૂરો કરવા માટે પૂરતો છે.

લાગે છે ત્રણ મહિનાનો સમય

લાગે છે ત્રણ મહિનાનો સમય

નીલોફરને એક યુનિટ મશરુમ ઉગાડવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે જેનાથી તેને લગભગ 500 કિલો મશરૂમ મળે છે. ધ બેટર ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નીલોફર કહે છે કે તેનો પરિવાર ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે વિચાર્યુ કે તેણે આના માટે કંઈક કરવુ પડશે. હવે તેનુ ઘર ઘણી વાર સફેદ મશરૂમના વાદળોથી ઢંકાયેલુ હોય છે.

એનજીઓમાં કામ સાથે બિઝનેસ

એનજીઓમાં કામ સાથે બિઝનેસ

નીલોફરની સફળતાએ તેને એક સ્થાનિક એનજીઓ સાથે પોતાનુ કરિયર બનાવતા પણ મશરુમની ખેતી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી છે. મશરુમની ખેતીની પ્રક્રિયા વિશે નીલોફર કહે છે કે એક ગ્રો બેગનો ઉપયોગ કરો અને તેને ખાતર અને બીજના ચાર લેયરની ભરો. આ લેયર ઑલ્ટરનેટ હોવી જોઈએ. જેનો અર્થ છે કે એક લેયર ખાતરનુ હોવુ જોઈએ અને બીજુ બીજનુ હોવુ જોઈએ.

સૂર્યપ્રકાશથી બચાવવુ

સૂર્યપ્રકાશથી બચાવવુ

ગ્રો બેગ્ઝને તડકાથી દૂર એક રૂમમાં સેટ કરો. ક્લોરોફિલની કમીના કારણે આ ફંગસને ગ્રો કરવા માટે પ્રકાશની જરુર નથી હોતી. ઈલેક્ટ્રીક હીટર કે અન્ય માધ્યમોના ઉપયોગ કરીને, વધતા સમય દરમિયાન તાપમાનને લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ પર જાળવી રાખો. ખાતરનુ લેયર તમને જણાવે છે કે જ્યારે પણ તેને પાણીની જરુર હશે. કમ્પોસ્ટ માટીનુ ઉપરનુ લેયર સુષ્કતાનો સંકેત આપીને સૂકાઈ જાય છે. આનાથી બચવા માટે દિવસમાં બે વાર સતત ફંગસને પાણી આપો.

માખો અને કીટકોથી બચાવો

માખો અને કીટકોથી બચાવો

નીલોફર કહે છે કે ખેતી દરમિયાન સુનિશ્ચિત કરો કે ઘરમાં કોઈ પણ માખી કે કીટકો પ્રવેશ ના કરે. મશરુમને નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવા સૌથી મહત્વપૂર્ણ છે. જો અનિયંત્રિત છોડી દેવામાં આવે તો આવા કીડા પ્રજનન કરે છે અને પાકને ખાય છે જેનાથી ઘણી વાર સડો થાય છે. આ વસ્તુઓનુ તમારે ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

English summary
22 year old girl is earning rs 70000 per month and paying her fees from this business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X