For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

29 may Fule Rates : શું છે આજના પેટ્રોલ-ડીઝલના ભાવ?

રવિવારના રોજ દેશભરમાં સતત સાતમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

29 May Fuel Rate : રવિવારના રોજ દેશભરમાં સતત સાતમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. ક્રૂડ ઓઈલની કિંમત 117 ડોલર પ્રતિ બેરલને પાર કરવા છતા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે.

જાણો અન્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?

જાણો અન્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે, મુંબઈમાં પેટ્રોલની વર્તમાન કિંમત 111.35 રૂપિયા છે, જ્યારે ડીઝલ97.28 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યુંછે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.

જાણો દેશના અન્ય શહેરોમાં શું છે પેટ્રોલના ભાવ -

જાણો દેશના અન્ય શહેરોમાં શું છે પેટ્રોલના ભાવ -

  • પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.
  • આજે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં 114.38 રૂપિયા પ્રતિ લીટર છે.
  • બેંગ્લોરમાં પેટ્રોલ 101.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ: 87.89 રૂપિયા પ્રતિ લીટર છે.
  • લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
  • નોઈડામાં પેટ્રોલ 96.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ગુરુગ્રામમાં પેટ્રોલ 97.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.05 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચંદીગઢમાં પેટ્રોલ 96.20 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લીટર છે.
ગયા અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો હતો ઘટાડો

ગયા અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો હતો ઘટાડો

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂપિયા 8 અને ડીઝલ પર રૂપિયા 6 પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટીઘટાડવાની જાહેરાત કર્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

સરકારના નિર્ણય બાદ દિલ્હીમાં પેટ્રોલનીકિંમતમાં 8.69 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 7.05 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ રાજ્યોએ પણ વેટમાં કર્યો ઘટાડો

આ રાજ્યોએ પણ વેટમાં કર્યો ઘટાડો

ત્યારબાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેરળની રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા પછી ગ્રાહકોને વધુ રાહતઆપવા માટે સીતારામનના કોલને પગલે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો હતો.

સ્થાનિક કરવેરા (VAT) અને નૂર શુલ્કના આધારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્ય-રાજ્યમાં બદલાય છે. આ સિવાય કેન્દ્રસરકાર ઓટો ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

English summary
29 May Fuel Rate: What are today's petrol-diesel prices?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X