For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2G: અનિલ, ટીના અંબાણીને સમન્સ જાહેર કરવાનો ચૂકાદો પેન્ડિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જુલાઇ: દિલ્હી કોર્ટે બુધવારે 2જી કેસમાં સાક્ષી તરીકે અનિલ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી અને અન્ય લોકોને સમન્સ જાહેર કરવાની સીબીઆઇની અરજી પર 19 જુલાઇ સુધી પોતાનો ચૂકાદો પેન્ડિંગ રાખ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)એ મંગળવારે દિલ્હી હાઈ કોર્ટમાં જણાવ્યું હતું કે 2જી સ્પેક્ટ્રમ કેસમાં રિલાયન્સ એડીએજીના ચેરમેન અનિલ અંબાણી તથા તેમની પત્ની ટીના અંબાણીને સાક્ષી તરીકે બોલાવવા તથા તેમના નિવદેન લેવું જરૂરી છે. સીબીઆઇનું કહેવું છે કે આ કેસમાં કંપનીના જે અધિકારીઓ સાથે પૂછપરછ કરવામાં આવી હતી તેમને આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નથી કે સ્પ્રેક્ટમ હરાજી વિશે તેમની બનાવટી કંપનીઓ દ્વારા કોણે ચૂકાદા કર્યા.

સીબીઆઇના અનુસાર જો કે હાલની સુનાવણી દરમિયાન તેમને રિલાયન્સ એડીએજીના અનેક સાક્ષીઓ સાથે પૂછપરછ કરી, પરંતુ તેમને વિભિન્ન પાસાઓ પર યોગ્ય જવાબ આપ્યા નથી માટે હવે તે ફરિયાદ પક્ષના સાક્ષીના રૂપમાં અનિલ અંબાણી તથા ટીના અંબાણી સાથે પૂછપરછ કરવા માંગે છે. વિશેષ સરકારી વકિલ યૂયૂ લલિતે અંબાણી તથા અન્ય ફરિયાદ પક્ષના સાક્ષી સમન્સ મોકલવા માટે સીબીઆઇની અરજીના પક્ષમાં તર્ક આપતાં આ વાત કહી હતી.

anil-tina-ambani

તેમને કહ્યું હતું કે રિલાયન્સ એડીએજી સાથે અનેક સાક્ષીને પૂછપરછ કરવામાં આવી છે. કોઇપણ સાક્ષીએ આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી આ નિર્ણય કરનાર વ્યક્તિ કોણ હતો. તેમને કહ્યું હતું કે આ કેસમાં સાત એવા તથ્યો છે જેના પર અમને સીધેસીધા જવાબ મળ્યા નથી માટે અમે અનિલ અંબાણી તથા ટીના અંબાણી સાથે પૂછપરછ કરવા માંગીએ છીએ. લલિતે એમ પણ કહ્યું હતું કે ટીના અંબાણી તથા અનિલ અંબાણીમાંથી કોઇપણ સ્પષ્ટ જવાબ આપશે તો બીજા વ્યક્તિને છોડી મુકવામાં આવશે.

બીજી તરફ રિલાયન્સ એડીએજીના ઉચ્ચ કાર્યાધિકારી દ્વારા હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સીબીઆઇની અપીલનો વિરોધ કરતાં તેને નકારી કાઢવાની માંગણી કરી હતી. તેમને કહ્યું હતું કે આ અપીલ નકારી કાઢવી જોઇએ કારણ કે આ તો અનિલ તથા ટીના અંબાણીને પરેશાન કરવાના વિચાર સાથે અરજી દાખલ કરવામાં આવી છે.

English summary
A Delhi court on Wednesday reserved for July 19 its order on the CBI's plea seeking to summon Reliance ADA Group Chairman Anil Ambani, his wife Tina Ambani and others as prosecution witnesses in the 2G spectrum case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X