For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિસિલનું ટોપ રેટિંગ ધરાવતા 3 બેસ્ટ મંથલી ઇન્કમ પ્લાન્સ

|
Google Oneindia Gujarati News

મંથલી ઇન્કમ પ્લાન્સની વાત કરીએ તો ડેબ્ટમાં રોકાણ કરવાની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારે આકર્ષક બની રહે છે. કારણ કે તેમાંનો થોડો ભાગ ઇક્વિટીમાં રોકવામાં આવતો હોય છે. જેના કારણે રોકાણકારને સારું વળતર મળી રહે છે. આ કારણે અન્ય ફિક્સ માસિક આવકની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડ વધારે સારું વળતર આપે છે. કારણ કે તેઓ ચોક્કસ રકમ ઇક્વિટીમાં રોકતા હોય છે.

અહીં અમે એવા ત્રણ મંથલી ઇન્કમ પ્લાન્સ દર્શાવી રહ્યા છીએ જેને ક્રિસિલ દ્વારા ટોપ રેટિંગ આપવામાં આવ્યું છે...

senior-citizen-2

1. બિરલા સનલાઇફ મંથલી ઇન્કમ પ્લાન - 2- વેલ્થ 25 પ્લાન
ક્રિસિલ દ્વારા સપ્ટેમ્બર 2014માં પૂરા થતા સમયગાળામાં તેને નંબર વન રેંક આપવામાં આવ્યો છે. તેની કુલ મિલકત રૂપિયા 294 કરોડ છે. પાછલા એક વર્ષમાં ફંડે 27 ટકાનું વળતર આપ્યું છે. તેમાં ત્રણ રિટર્નમાં અંદાજે 15 ટકા વળતર મળ્યું છે. ફંડના પોર્ટફોલિયોનો 25 ટકા હિસ્સો ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં રોકવામાં આવ્યો છે. તેમાં વ્યક્તિ લઘુત્તમ રૂપિયા 1000ના એસઆઇપી પ્લાન સાથે રોકાણ કરી શકે છે.

2. UTI MIS એડવાન્ટેજ પ્લાન
UTI MIS એડવાન્ટેજ પ્લાનને ક્રિસિલે નંબર વન રેટિંગ આપ્યું છે. આ ફંડ ડેબ્ટમાં વધારે રોકાણ કરે છે. વર્ષ 2003માં તેને રજૂ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં 10 ટકાથી વધારે રિટર્ન આપતા આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં 21 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ રિટર્ન 13 ટકા થાય છે.

3. કેનેરા રોબેકો મંથલી ઇન્કમ પ્લાન
કેનેરા રોબેકો મંથલી ઇન્કમ પ્લાન ડેબ્ટમાં રોકાણ કરતો આકર્ષક પ્લાન છે. ક્રિસિલે તેને નંબર 2 રેન્ક આપ્યો છે. વર્ષ 2001માં તેના રોકાણથી અત્યાર સુધીમાં દર વર્ષે તેણે સરેરાશ 12.31 ટકા વ્યાજ આપ્યું છે. તેણે ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં મહત્તમ રોકાણ કર્યું છે.

English summary
Three Best Monthly Income Plans That Top Crisil Ratings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X