For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 કારણોથી બેંકોમાં શેર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું નહીં

|
Google Oneindia Gujarati News

શેર માર્કેટમાં રોકાણ કરવા માટે શેરખાન, જીઓજીત BNP, એન્જલ બ્રોકિંગ અને અન્ય બ્રોકરેજ સંસ્થાઓ દ્વારા રોકાણ એક સારો વિચાર છે. આ માટે શેર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે. શેર ટ્રેડિંગ માટે બેંક કે તેના જેવી અન્ય પેટા સંસ્થાઓમાં શેર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું હિતાવહ નથી. આ માટેના 4 મહત્વના કારણો આ મુજબ છે...

ઇન્ટ્રા ડે અને ડિલિવરી બેઝ્ડ ટ્રેડિંગમાં ઊંચું બ્રોકરેજ

ઇન્ટ્રા ડે અને ડિલિવરી બેઝ્ડ ટ્રેડિંગમાં ઊંચું બ્રોકરેજ


બેંકો અને તેની પેટા કંપનીઓની સરખામણીએ બ્રોકરેજ હાઉસમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવા પર લાગતા બ્રોકરેજ ચાર્જીસ અને અન્ય ચાર્જીસ ઓછા હોય છે. વાસ્તવમાં બેંકોની સરખામણીએ બ્રોકરેજ ચાર્જીસ 50 ટકા જેટલા ઓછા હોય છે. આ ચાર્જીસ ઇન્ટ્રાડે અને ડિલિવરી બંનેને માટે હોય છે.

કેટલાક બ્રોકરેજ હાઉસમાં એકાઉન્ટ ઓપનિંગ ચાર્જીસ નહીં

કેટલાક બ્રોકરેજ હાઉસમાં એકાઉન્ટ ઓપનિંગ ચાર્જીસ નહીં


શેરખાન જેવા બ્રોકરેજ હાઉસમાં એકાઉન્ટ ખોલાવવાનો ચાર્જ લેવામાં આવતો નથી. તેના કારણે આપના રૂપિયા 500થી 750 જેટલો ખર્ચ બચે છે.

વધારે સારા રિસર્ચનો લાભ

વધારે સારા રિસર્ચનો લાભ


મોટા ભાગની બ્રોકિંગ ફર્મ તેમના એક્સપર્ટ દ્વારા રિસર્ચ આધારિત માર્ગદર્શન નિ:શુલ્ક પ્રદાન કરતી હોય છે. આ ઉપરાંત કયા શેર ખરીદવા અને કયા વેચવા તેની ટિપ્સ પણ આપતી હોય છે. જ્યારે બેંકો ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી આપવા સિવાય કોઇ માર્ગદર્શન આપતી નથી.

ટોલ ફ્રી કસ્ટમર કેર સેન્ટર

ટોલ ફ્રી કસ્ટમર કેર સેન્ટર


જાણીતા બ્રોકરેજ હાઉસ તેમના ગ્રાહકોને ટોલ ફ્રી કસ્ટમર કેર સેવાઓ પ્રદાન કરે છે. જ્યારે રાષ્ટ્રીય બેંકો આ પ્રકારની કોઇ પણ સેવા પ્રદાન કરતી નથી.

English summary
4 reasons not to open a share trading account with banks and their subsidiaries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X