For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં અત્યારે સોનુ ખરીદવાના 5 કારણો

|
Google Oneindia Gujarati News

ભારતમાં ગયા વર્ષના ઓગસ્ટથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં શેર બજારના સૂચકાંકોમાં પણ 50 ટકાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. અહીં વર્તમાન સમયમાં સોનામાં શા માટે રોકાણ કરવું જોઇએ તેના 5 કારણો આપ્યા છે. જે આવનારા એક વર્ષમાં સારું વળતર આપી શકે છે.

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ વધી શકે

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ વધી શકે


ભારતમાં સોનાના ભાવોનો આધાર આંતરરાષ્ટ્રીય સોનાના ભાવો પર આધાર રાખે છે. જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં વધારો કરશે તો સોનાના ભાવમાં પણ તેજી જોવા મળશે. અગત્યનું એ છે કે આ વધારો આ વર્ષે જ થવા સંભવ છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થઇ શકે છે.

રૂપિયો ઘટી શકે

રૂપિયો ઘટી શકે


ગયા સપ્તાહે રૂપિયો ડોલરની સરખામણીએ છેલ્લા 3 મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો. ભારતમાં ડોલરની સામે રૂપિયો જેટલો ઘટશે તેટલો સોનાના ભાવમાં વધારો થશે. કારણ કે આપણે સોનુ આયાત કરીએ છીએ. સોનુ આયાત કરવા માટે આપણે ડોલર ચૂકવવા પડશે. જો પહેલા આયાતકાર રૂપિયા 60 ચૂકવતો હતો તો તેણે હવે રૂપિયા 61 ચૂકવવા પડી શકે છે. આમ સોનુ મોંઘુ થશે.

એક વર્ષમાં સોનાના ભાવ 15 ટકા ઘટ્યા

એક વર્ષમાં સોનાના ભાવ 15 ટકા ઘટ્યા


છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે. સોનાના ભાવ 32,500થી ઘટીને રૂપિયા 28,000 સુધી પહોંચ્યા છે. આથી વધારે જોખમ લઇ શકાય તેમ નથી.

સોનામાંથી ઇક્વિટીમાં પરિવર્તન

સોનામાંથી ઇક્વિટીમાં પરિવર્તન


નાણા બનાવવાનો શ્રેષ્ઠ મંત્ર છે નીચા ભાવે ખરીદો, ઊંચા ભાવે વેચો. વર્તમાન સમયમાં શેરના ભાવ ઊંચા છે. જ્યારે સોનાના ભાવ નીચા છે. આથી સોનુ ખરીદવામાં લાભ છે.

English summary
5 reasons to be buying gold in India now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X