ડેથ ક્લેમ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી 5 બાબતો
જીવન વીમો એટલે કે લાઇફ ઇન્શ્યોરન્સ આમ તો એક સુરક્ષા સાધન (પ્રોટેક્શન ટૂલ) છે. આ સુરક્ષા સાધનને કારણે જ્યારે પણ સુરક્ષા મેળવેલી વ્યક્તિને કશું પણ અઘટિત બને છે ત્યારે તેના પરિવારના સભ્યોને આર્થિક અસ્થિરતા કે સંકડામણની મુશ્કેલીમાં મુકાવું પડતું નથી.
આ કારણે જ્યારે પણ કોઇ વ્યક્તિ દ્વારા લાઇફ ઇન્શ્યોરન્સ મેળવવામાં આવે છે ત્યારે કટોકટીના સમયે જીવન વીમાનું સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિની આવક અટકી જવા છતાં તેના પરિવારની આર્થિક સ્થિતિને ઇન્શ્યોરન્સ કંપનીઓ કવરેજ એમાઉન્ટ (વળતર રકમ)ના સંદર્ભમાં સ્થિર રાખે છે.
જીવન વીમાનું સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં આ સુરક્ષા સાધન ખાસ મદદે આવે છે. વીમા દ્વારા મળેલી રકમનો ઉપયોગ તે વ્યક્તિનો પરિવાર પોતાના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે કરે છે.
વીમા સુરક્ષામાં પાકતી મુદત્તે મળતી રકમ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મળતી રકમ નિશ્ચિચ છે. આ કારણે નિષ્ચિત રકમ વધારે સમય સુધી મદદમાં આવી શકે તે રીતે ખર્ચનું આયોજન કરવાનું આપણા હાથમાં છે.
બીજી તરફ ડેથ ક્લેમમાં મળતી રકમ અનિશ્ચિત છે. કારણ કે જીવન સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિનું મૃત્યુ ક્યારે કયા સંજોગોમાં થવાનું છે એ નક્કી નથી. આ કારણે જ્યારે પણ જીવન વીમા પોલીસી લેવામાં આવે છે ત્યારે ડેથ ક્લેમ કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતી રાખવી અત્યંત મહત્વની બાબત બને છે.
ઇન્શ્યોરન્સ ડેથ ક્લેમ કરવા માટે 5 મહત્વની બાબતો આ મુજબ છે.
1 વીમાદાતાને જાણ કરવી
2 એજન્ટનો સંપર્ક સાધવો
3 નોમીનીને જાણ કરવી
4 દસ્તાવેજો તૈયાર રાખવા
5 બેંક એકાઉન્ટની વિગતો તૈયાર રાખવી
આ પાંચ બાબતોમાં પ્રક્રિયા કેવી રીતે હાથ ધરી શકાય તે આગળ વાંચતા જાવ...

1 વીમાદાતાને જાણ કરવી
જીવન વીમા સુરક્ષા મેળવનાર વ્યક્તિના મોતના આઘાતમાંથી બહાર આવ્યા બાદ વામા દાતા એટલે કે ઇન્શ્યોરન્સ કંપનીને દાવા અંગેની જાણ શક્ય તેટલી ઝડપથી કરવી આવશ્યક છે. તેમાં વિલંબ કરવાથી બિનજરૂરી ગૂંચવણો ઉભી થાય છે.
આમ એટલા માટે થાય છે કે ઘણા લોકોને જીવન વીમા પોલીસીની ખબર હોતી નથી, ખબર હોય તો તેએ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાનું જરૂરી સમજતા નથી. અન્ય કારણોથી પણ જાણ કરવામાં જેટલો વિલંબ થાય તેટલી પૂછપરછ વધે છે અને ક્લેમ મળવામાં પણ વિલંબ થાય છે.

2 એજન્ટનો સંપર્ક સાધવો
એજન્ટનો સંપર્ક સાધવો એટલા માટે જરૂરી છે કે તે ડેથ ક્લેમ કરવામાં આપની મદદ કરશે. તે ડેથ ક્લેમ માટેનું ફોર્મ આપશે અને ભરાવીને લઇ જશે. જ્યારે એજન્ટ અંગે ખ્યાલ ના હોય કે તેનો સંપર્ક થઇ શકે તેમ ના હોય ત્યારે ઇન્શ્યોરન્સ ઓફિસનો સંપર્ક કરવો જોઇએ.

3 નોમીનીને જાણ કરવી
નોમીની કોણ છે અને ડેથ ક્લેમની રકમ કોને મળશે એ પણ અગત્યની બાબત છે. કોઇ પણ ડેથ ક્લેમમાં નોમીની જ પ્રક્રિયા આગળ વધારે છે. તે ડેથ ક્લેમનું ફોર્મ ભરે છે. નોમીની કોણ છે તે જાણવા માટે પોલીસીમાં નોમીનીનું નામ જોવું જોઇએ. કેટલાક કિસ્સાઓમાં લીગલ હાયર પણ હોય છે. આ કારણે પોલીસીના નાણા કોને મળશે તે જાણવું અગત્યનું છે.

4 દસ્તાવેજો તૈયાર રાખવા
આપ ઝડપથી આપનો ક્લેમ પાસ કરાવવા ઇચ્છતા હોવ તો વીમા કંપનીને જરૂરી દસ્તાવેજો તેમણે માંગેલા ક્રમમાં તૈયાર રાખવા જરૂરી છે. જો તમામ જરૂરી દસ્તાવેજો ક્રમમાં ગોઠવેલા હોય અને નોમીની દ્વારા ડેથ ક્લેમ ફોર્મ વ્યવસ્થિત રીતે ભરેલું હોય તો ક્લેમ પ્રક્રિયા આપોઆપ ઝડપી બને છે.
ડેથ ક્લેમ કરવા માટે ઓછામાં ઓછા આટલા દસ્તાવેજો જરૂરી છે અથવા તો ફરજિયાત છે
A. કોઇ પણ ડેથ ક્લેમ માટે ઓરિજિનલ ડેથ સર્ટિ જરૂરી છે
B. પોલિસી ડોક્યુમેન્ટ/ પ્રિમિયમની છેલ્લી રિસિપ્ટ
C. લાભ મેળવનારાઓની ઉંમર અને ઓળખનો દાખલો

5 બેંક એકાઉન્ટની વિગતો તૈયાર રાખવી
ડેથ ક્લેમની રકમ જે નોમીનીને મળવાની હોય તેના બેંક એકાઉન્ટની વિગતો તૈયાર રાખવી જરૂરી છે. તેનું નામ અને સરનામુ વીમા પોલિસીમાં દર્શાવ્યા અનુસાર હોવું જરૂરી છે. આટલી ચોક્કસાઇ રાખવાથી ક્લેમ રિજેક્શન કે કરેક્શનની શક્યતાઓ નહીંવત રહેશે. પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને નાણા નોમીનીના બેંક એકાઉન્ટમાં જમા થશે.












Click it and Unblock the Notifications
