જાણો : બેંકોની ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટની 6 હકીકતો
બેંકોની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ કર લાભ આપે છે. આનો સીધો અર્થ એ છે કે જો આપની આવક કરપાત્ર હોય અને આપ કરલાભ આપતી બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો તે તેટલી રકમ આપની કરપાત્ર રકમમાંથી બાદ મળે છે. જેના કારણે આપની કર જવાબદારી ઘટે છે.
ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ જ્યારથી રજૂ કરવામાં આવી છે ત્યારથી તે રોકાણકારોમાં અત્યંત લોકપ્રિય છે. આ કારણે હવે તે કર બચતનું આકર્ષક અને લોકપ્રિય સાધન છે. જો કે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણા રોકતા સમયે આપે આટલી હકીકતો જાણવી જરૂરી છે...

જોઇન્ટ હોલ્ડર્સ હોય તો બંનેને લાભ ના મળે
જો આપે સંયુક્ત નામે ટેક્સ સેવિંગ બેંક ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય તો બંને જોઇન્ટ હોલ્ડર્સને કરલાભ મળશે નહીં. આ લાભ માત્ર પ્રથમ નામ ધરાવનારી વ્યક્તિને જ મળશે.

સર્ટિફિકેટ ચકાસો
આપ ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કર્યા બાદ તેનું સર્ટિફિકેટ અવશ્ય ચકાસો કે આપ જેમાં રોકાણ કરવા માંગતા હતા તેમાં જ થયું છે કે નહીં? કેટલીક વાર બેંકો ભૂલથી ટેક્સ સેવિંગને બદલે સાદી એફડી બનાવે છે જેના કારણે મુશ્કેલી ઉભી થાય છે.

ટેક્સ સેવિંગ એફડીનું વ્યાજ કરપાત્ર
રોકાણકારોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ટેક્સ સેવિંગ એફડી આપની કરપાત્ર આવક પર કરલાભ આપે છે. પરંતુ આ એફડીમાંથી મળતી આવક કરપાત્ર છે.

ઓટો સ્વીપ ઉપલબ્ધ નથી
આ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ સાથે ઓટો સ્વીપ થઇ શકતું નથી. આથી એવી આશા ના રાખશો કે તમે એક આપશો એ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટમાંથી ઓટો સ્વીપ થઇને સેવિંગ એકાઉન્ટમાં જશે.

5 વર્ષનો લાંબો લોક ઇન પીરિયડ
ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ્સમાં લોક ઇન પીરિયડ 5 વર્ષનો છે. આ કારણે આપ નાણાભીડમાં પણ નાણા ઉપાડી શકશો નહીં. લોક ઇન પીરિયડમાં માત્ર પ્રથમ હોલ્ડરનું મૃત્યુ થતાં આપ રકમ ઉપાડી શકો છો.

પાન નંબરનો ઉલ્લેખ જરૂરી
જો આ એફડી પર પાન નંબર લખ્યો હોય તો તે સાચો લખ્યો છે કે નહીં તે ચેક કરી લેવું જોઇએ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
