For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ કંપનીની માર્કેટ કેપમાં 66,000 કરોડનો ઘટાડો

દેશની સૌથી મૂલ્યવાન કંપની મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સોમવારના રોજ 4 ટકાથી વધુ તૂટ્યા હતા. આ કારણે કંપનીના માર્કેટ કેપમાં લગભગ 9 બિલિયન ડોલર એટલે કે 66,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મૂલ્યવાન કંપની મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સોમવારના રોજ 4 ટકાથી વધુ તૂટ્યા હતા. આ કારણે કંપનીના માર્કેટ કેપમાં લગભગ 9 બિલિયન ડોલર એટલે કે 66,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપનીએ સાઉદી અરામ્કો સાથે 15 બિલિયન ડોલરનો પ્રસ્તાવિત સોદો રદ્દ કર્યો છે, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી અને રિલાયન્સના શેરમાં ઘટાડો થયો.

Reliance

BSE પર કંપનીનો શેર 4.22 ટકા ઘટીને રૂપિયા 2,368.20 થયો હતો. આ કિંમતે કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા 66,000 કરોડનો ઘટાડો થયો છે. જો કે, વિશ્લેષકોએ કંપનીના ભાવ લક્ષ્યાંકમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપની એનર્જી અને નવા કોમર્સ બિઝનેસમાં પ્રવેશવા માંગે છે. નિષ્ણાતો કહે છે કે, કંપનીને આગામી કેટલાક વર્ષોમાં યોગ્ય બેલેન્સ શીટ અને રોકડ મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ.

સ્ટોકમાં કેમ થયો ઘટાડો?

ક્રેડિટ સુઈસે રિલાયન્સના શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. તેમનું કહેવું છે કે, સાઉદી અરામ્કો સાથેનો સોદો રિલાયન્સ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી રહ્યો હતો. અરામ્કોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે, આ કરાર તેના અંત સુધી પહોંચશે. રોકાણકારોના મનમાં એક જ પ્રશ્ન હતો કે, શું આ ડીલ સંપૂર્ણપણે રોકડમાં હશે કે પછી તે રોકડ અને સ્ટોક ડીલ હશે. કારણ કે, કંપનીના ડિસ્ક્લોઝરથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.

રિલાયન્સના O2C બિઝનેસનું વેલ્યુએશન 75 બિલિયન ડોલર હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર થઈ શકે છે. જેફરીઝે તેનું મૂલ્યાંકન વધારીને 70 બિલિયન ડોલર કર્યું છે અને શેરની લક્ષ્ય કિંમતમાં પણ 4 ટકાનો ઘટાડો કર્યો છે. જો કે, બ્રોકરેજે સ્પષ્ટતા કરી છે કે, અરામ્કો-રિલાયન્સ ડીલ રદ્દ થવાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ અસર થશે નહીં. કંપની પાસે નવો બિઝનેસ શરૂ કરવા માટે પૂરતું ભંડોળ છે.

English summary
66,000 crore reduction in Reliance market cap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X