બેંક ડિપોઝિટ કરતા વધારે વળતર આપતી 7 FD
ભારતમાં રિટેલ ફુગાવો 8થી 9 ટકાની આસપાસ છે. આ કારણે આપે તેનાથી વધારે વળતર મળે તેવી જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. આ કારણે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વળતરનો વાસ્તવિક દર ઊંચો હોવો જોઇએ. આ માટે અમે અહીં એવી 7 ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી રહ્યા છીએ જેના કારણે છૂટક ફુગાવાના દર કરતા વધારે વળતર મળે છે. આ ફિક્સ્ડ ડિપોઝિટ બેંકોની 9 ટકા વ્યાજ આપતી ડિપોઝિટ કરતા વધારે વળતર આપે છે...

મહિન્દ્રા ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ
36 મહિનાની ક્યુમુલેટિવ ડિપોઝિટ પર 10 ટકા વ્યાજ આપે છે. તેને AAA રેટિંગ પ્રાપ્ત છે.

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ
15 મહિનાની ડિપોઝિટ પર 9.75 ટકા વ્યાજ આપે છે. તેને AAA રેટિંગ પ્રાપ્ત છે.

ટ્રાન્સપોર્ટ ઉન્નતિ ફિક્સ્ડ ડિપોઝિટ
શ્રીરામ ટ્રાન્સપોર્ટ તરફથી 36 મહિના માટે 11.65 ટકા જેટલું વળતર આપવામાં આવે છે. તેને ક્રિસિલ તરફથી FAA રેટિંગ પ્રાપ્ત છે.

KTDFC ફિક્સ્ડ ડિપોઝિટ
એક, બે અને ત્રણ વર્ષની ડિપોઝિટ માટે KTDFC 10.25 ટકા વ્યાજ ચૂકવે છે.

HDFC પ્લેટિનમ ફિક્સડ ડિપોઝિટ
15 મહિનાની ફિક્સડ ડિપોઝિટ માટે 9.5 ટકા વ્યાજ આપવામાં આવે છે.

શ્રીરામ સિટી યુનિયન
ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર શ્રીરામ સિટી યુનિયન 10.50 ટકા વ્યાજ આપે છે.

PNB હાઉસિંગ ફાઇનાન્સ
PNB હાઉસિંગ ફાઇનાન્સ વાર્ષિક 9.4 ટકાનો વ્યાજદર આપે છે.