For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 લોન અને સ્કીમ્સ જ્યાં પુરુષો કરતા મહિલાઓને ચૂકવવું પડે છે ઓછું વ્યાજ

|
Google Oneindia Gujarati News

ભારતમાં જો આપ મહિલા હોવ તો આપ મોટી બચત કરી શકો છો. કારણ કે ભારત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે કેટલાક ખાસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ખાસ લાભ આપ્યો છે. આપ જાણો છો કે ભારતમાં હોમ લોન્સ, કાર લોન્સ, એજ્યુકેશન લોન્સ, સ્ટેમ્પ ડ્યુટી વગેર પર મહિલાઓને નીચા વ્યાજદરનો લાભ મળે છે.

અહીં અમે આપની સમક્ષ એવા 7 ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી રહ્યા છીએ જેમાં મહિલાઓ લાભ મેળવી શકે છે. આ માટે લોન કે સ્કીમ મહિલાએ તેના નામે લેવી જરૂરી છે...

હોમલોન્સમાં લાભ

હોમલોન્સમાં લાભ


ભારતમાં મહિલાઓ માટે સરકારી સંસ્થાઓમાંથી લીધેલી લોન પુરુષોની સરખામણીએ ઓછા વ્યાજે મળે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા 'ભાગ્ય લક્ષ્મી' લોન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મહિલાઓ માટે હોમ લોન દર 10.10 ટકા છે, જ્યારે પુરુષો માટે આ દર 10.15 ટકા છે.

સસ્તી કાર લોન

સસ્તી કાર લોન


ફેડરલ બેંકે મહિલાઓ માટે ખાસ 'શી કાર' સ્કીમ લોન્ચ કરી છે. જેમાં સામાન્ય કાર દરોથી મહિલાઓને 0.80 ટકા ઓછા દરે લોન મળે છે. ત્રણ વર્ષ માટેની આ લોન મહિલાઓને 10.5 ટકાના દરે મળે છે. જ્યારે અન્યો માટે 11.30નો વાયજદર છે.

કેટલાક રાજ્યોમાં મહિલાઓ માટે ઓછી સ્ટેમ્પ ડ્યુટી

કેટલાક રાજ્યોમાં મહિલાઓ માટે ઓછી સ્ટેમ્પ ડ્યુટી


કેટલાક રાજ્યોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. ઓરિસ્સા સરકારે આ માટે
તાજેતરમાં એક પોલિસીની જાહેરાત કરી છે.

એજ્યુકેશન લોન

એજ્યુકેશન લોન


શિક્ષણ લોનમાં પણ છોકરીઓને છોકરાઓની સરખામણીએ ઓછું વ્યાજ ચૂકવવું પડે તેવી યોજના છે. ઉદાહરણ તરીકે આંધ્ર બેંક છોકરાઓની સરખામણીએ છોકરીઓને 0.50 ટકા ઓછા દરે લોન મળે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં પણ આવી જ યોજના છે.

લાઇફ ઇન્શ્યોરન્સ

લાઇફ ઇન્શ્યોરન્સ


મહિલાઓ માટે લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીમાં પ્રિમિયમમાં છૂટ આપવામાં આવે છે. આ તફાવત 5થી 10 ટકા જેટલો ઊંચો હોય છે.

હાઉસિંગ પ્રોજેક્ટની ખાસ સ્કીમ

હાઉસિંગ પ્રોજેક્ટની ખાસ સ્કીમ


ટાટા હાઉસિંગ દ્વારા તાજેતરમાં મહિલાઓના નામે ફ્લેટ બુક કરાવાતા તેમને રૂપિયા 49,000ના ગોલ્ડ વાઉચર્સ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભુવનેશ્વરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

સ્પેશ્યલ ગોલ્ડ લોન સ્કીમ

સ્પેશ્યલ ગોલ્ડ લોન સ્કીમ


સોના સામે લોન આપવામાં પણ મહિલાઓને ખાસ લાભ આપવામાં આવે છે.

English summary
7 loans and schemes where women pay lower interest rates than men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X