7th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓને ગમે ત્યારે મળી શકે છે ખુશખબર

કેન્દ્રિય કર્મચારીઓને ગમે ત્યારે સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર ગમે ત્યારે મહત્વની જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય કેબિનેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાના નિર્ણયને મંજૂરી આપી શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 50 ટકાથી વધુનો વધારો થશે.

7th Pay Commission

આ સિવાય સરકાર એલપીજી સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સબસિડી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી હતી.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

આ સંભવિત વધારા બાદ DA 50 ટકા થશે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ સિવાય કર્મચારીઓને આપવામાં આવતા અન્ય ભથ્થા જેવા કે મકાન ભાડા ભથ્થું, પરિવહન ભથ્થું અને બાળકોના શિક્ષણ ભથ્થામાં પણ વધારો થશે. આ પહેલા ઓક્ટોબર 2023માં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 46 ટકા કર્યો હતો.

સૂત્રોનું માનીએ તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. તેનો અર્થ એ કે તેમને બાકીની રકમની સાથે મોંઘવારી ભથ્થું મળશે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર 4 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર CPI ડેટાના આધારે ઔદ્યોગિક કામદારો માટે વધારાનું પ્રમાણ નક્કી કરે છે. 12 મહિનાની સરેરાશ 392.83 છે. તેના આધારે DA મૂળ પગારના 50.26 ટકા હશે. લેબર બ્યુરો, શ્રમ મંત્રાલયની શાખા દર મહિને CPI-IW ડેટા પ્રકાશિત કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X