7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં વધારો, લાખો કર્મચારીઓને ફાયદો મળશે
ભોપાલઃ મધ્ય પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂજ છે. પ્રદેશની કમલનાથ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાના સંકેત આપ્યા છે. જેનો ફાયદો પ્રદેશના 5 લાખ કર્મચારીઓને થશે. મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ નાણા વિભાગે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નાણા મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી માટે મુખ્યમંત્રી કમલનાથની પાસે મોકલી આપવામાં આવ્યા છે. સીએમ કમલનાથની મંજૂરી બાદ ચૂકવણી માટે આદેશ જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવશે.

કર્મચારીઓના પગારમાં વધારો
મધ્ય પ્રદેશ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની યોજના તૈયાર કરી લીધી છે. કર્મચારીઓના ડીએમાં 3 ટકા વધારો કરવામાં આવશે. આ વધારા બાદ મધ્ય પ્રદેશના રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 9 ટકાથી વધુ 12 ટકા થઈ જશે. કર્મચારીઓના 1 જાન્યુઆરી 2019થી 3 ટકા ડીએ વધાર્યું છે, જેની ચૂકવણી પણ જલદી જ કરી લેવામાં આવશે.

સરકાર પર 900 કરોડનો વધારાનો ભાર
સરકાર દ્વારા ચૂકવવાનું બાકી મોંઘવારી ભથ્થાની ચૂકવણી આપવા માટે સરકારને 450 કરોડ રૂપિયાનો ભાર પડશે. જણાવી દઈએ કે માર્ચ 2018માં સરકારે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારે જાન્યઆરી 2018થી મોંઘવારી ભથ્થું 9 ટકા વધારી 12 ટકા કરી દીધું છે, જે બાદ સરકાર પર મોંઘવારી ભથ્થું વધારવાનું દબાણ વધવા લાગ્યું.

સરકાર પર દબાણ
કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાંમાં વધારા બાદથી રાજ્ય સરકાર પર દબાણ વધવા લાગ્યું. કેન્દ્રએ મોંઘવારી ભથ્થું 12 ટકા કર્યું, જે બાદથી પ્રદેશમાં કર્મચારી સંગઠન પણ સરકાર પર દબાણ બની રહ્યું હતું. આ માંગણીઓ બાદ હવે મધ્ય પ્રદેશ સરકારે પણ સાડા ચાર લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારાનો ફેસલો કર્યો છે.
પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP, નવા નાણામંત્રી માટે પડકાર