For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાતમું પગારપંચઃ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે 8 હજારનો વધારો, મોદી સરકાર લેશે મોટો નિર્ણય

સાતમું પગારપંચઃ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે 8 હજારનો વધારો, મોદી સરકાર લેશે મોટો નિર્ણય

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની આશા મજબૂત બની છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ મોદી સરકારના નિર્ણય પર આંખો ટકાવીને બેઠા છે. દરેક વ્યક્તિ કેન્દ્રીય કેબિનેટની બેઠકની રાહ જોઈ રહ્યા છે. સાતમા પગાર પંચની ભલામણનો ફાયદો કેન્દ્રની સાથે સાથે કેટલાક રાજ્યોના કર્મચારીઓને પણ મળ્યો છે. જો કે હજી સુધી સરકારે આ ભલામણો લાગુ નથી કરી. સાતમા પગાર પંચ ભલામણો પ્રમાણે પગાર વધવાની રાહ જઈને બેઠેલા લાખે કર્મચારીઓને આ મહિને સારા સમાચાર મળી શકે છે.

સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરશે સરકાર

સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરશે સરકાર

લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈને બેઠેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓની આશા આ મહિને પૂરી થઈ શકે છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ જ મહિને કર્મચારીઓનું લઘુત્તમ વેતન વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની માગ પ્રમાણે તેમના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની તૈયારી કરી રહી છે. સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.67 ટકા કરી શકે છે.જો સરકાર આ વધારાને મંજૂરી આપશે તો કર્મચારીઓના પગારમાં 8 હજાર સુધીનો વધારો થશે.

આટલો વધશે પગાર

આટલો વધશે પગાર

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર સાતમા પગાર પંચની ભલામણ કરતા પણ વધુ વધારો આપી શકે છે. કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરી શકે છે. સાતમા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓ માટે 2.57 ટકાની ભલામણ કરી હતી. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે તે વધારવામાં આવે. કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ વેતન પણ 21 હજારથી વધારીને 26 હજાર કરવા કહી રહ્યા છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટ ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરી શકે છે. આવું થશે તો કર્મચારીઓનો પગાર પણ વધશે. ફિટમેન્ટ ફેક્ટર વધવાથી લઘુત્તમ વેતન પણ વધશે. જો સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 3.68 ટકા કરશે તો લઘુત્તમ પગારમાં 8 હજાર સુધીનો વધારો થશે. આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 26 હજાર થઈ જશે.

આ દિવસે થશે પગાર વધારાની જાહેરાત

આ દિવસે થશે પગાર વધારાની જાહેરાત

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી સપ્તાહે થનારી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી મળી શકે છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર મામલે બુધવારે થયેલી બેઠકમાં જ નિર્ણય લેવાવાનો હતો, પરંતુ સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં હિસ્સેદારી અને ટેલિકોમ સેક્ટરમાં થયેલી ઉથલપાથલમાં અટવાઈ, જેને કારણે પણ આ મુદ્દો અટકી પડ્યો. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી કેબિનેટ બેઠકમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે.

આ કર્મચારીઓના પગારમાં થશે 21 હજારનો વધારો

આ કર્મચારીઓના પગારમાં થશે 21 હજારનો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભલે પગાર વધારાનો ઈન્તજાર હોય પરંતુ રેલ મંત્રાલય પોતાના કર્મચારીઓને આ લાભ આપી ચૂક્યુ છે. ભારતીય રેલવેના 8 કેટેગરીના નો ગેઝેટેડ મેડિકલ્ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. તેમના પગારમાં મોટો વધારો થયો છે. રેલવે બોર્ડે આ કર્મચારીઓના પ્રમોશનને મંજૂરી આપી છે. રિપોર્ટ પ્રમાણે પ્રમોશન બાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. ભારતીય રેલવેએ જાહેર કરેલા નિવેદન પ્રમાણે 8 શ્રેણીમાં પ્રમોશન અપાયું છે. આ પ્રમોશન બાદ આ નોન ગેઝેટેડ મેડિકલ કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો થયો ચે.

યોગી સરકારનો મોટો નિર્ણય, 45 હજાર રૂપિયા વધ્યો આ કર્મચારીઓનો પગાર

યોગી સરકારનો મોટો નિર્ણય, 45 હજાર રૂપિયા વધ્યો આ કર્મચારીઓનો પગાર

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના મોડિકલ કોલેજમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ટીચરોના પગારમાં મોટો વધારો કરવા આદેશ આપ્યો છે. યુપીની યોગી સરકારે ટીચરોના પગારમાં 50 ટકાનો વધારો કર્યો છે. કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ મેડિકલ કોલેજના ટીચર્સના પગારમાં 50 ટકાનો વધારો થશે.

રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટ ભારતમાં થયું લોન્ચ, અહીં જુઓ ફોટરૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 સિંગલ સીટ ભારતમાં થયું લોન્ચ, અહીં જુઓ ફોટ

English summary
7th pay commission modi government hike central government employees salary hike in next meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X