For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીએ લોકસભામાં રજૂ કરેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની 8 ખાસ બાબતો

|
Google Oneindia Gujarati News

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ (જીએસટી - GST)ને બારતના નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું હતું. આ પ્રસ્તાવિત જીએસટીને બંધારણમાં રહેલા સંધીય માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

તેની ખાસિયતો આ મુજબ છે...

arun-jaitaley-1

1. સેન્ટ્રલ ટેક્સીસ જેવા કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યુટી અને સ્પેશ્યલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ્સ વગેરેનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવશે.

2. રાજ્ય સ્તરે ટેક્સીસ જેવા કે વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સસ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ, ઓક્ટ્રોય અને એન્ટ્રી ટેક્સ, પર્ચેઝ ટેક્સ અને લક્ઝરી ટેક્સ વગેરે પણ જીએસટીમાં સમાવી લેવાશે.

3. બધી જ ગુડ્સ અને સર્વિસીસ, જેમાં માણસોને પીવા માટે આલ્કોહોલિક લિક્વરને જીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ કાયદેસર રીતે જીએસટી હેઠળ લાવવામાં આવશે. અલબત્ત એમ પણ જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ત્યાં સુધી જીએસટી લાદવામાં આવશે નહીં, જ્યાં સુધી જીએસટી કાઉન્સિલની ભલામણ કરવામાં ના આવે. વર્તમાન સમયમાં જે ટેક્સીસ લગાવવામાં આવ્યા છે તે રાજ્ય અને કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતા ટેક્સીસ છે. જેમાં સેલ્સ ટેક્સ/વેટ, સીએસટી અને એક્સાઇઝ ડ્યુટીનો સમાવેશ થાય છે. તે આગામી સમયમાં સૂચના ના મળે ત્યાં સુધી લેવામાં આવશે.

4. નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તમામ મૂલ્યોની ચેઇન પર જીએસટી લાગુ કરશે. કેન્દ્ર સેન્ટ્રલ એન્ડ ગુડ્સ ટેક્સ (સીડીએસટી) લેશે. જ્યારે રાજ્ય સરકાર સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસજીએસટી) ઉઘરાવશે.

5. કેન્દ્ર સરકાર તમામ રાજ્યોની વચ્ચે માલસામાન અને સેવાના પુરવઠાના બદલામાં ઇન્ટેગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) લાદશે અને ઉઘરાવશે. આ ઉપરાંત એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાંટેક્સ ક્રેડિટનો અમર્યાદિત પ્રવાહ ચાલશે. આઇજીએસટીની પ્રક્રિયા દરેક રાજ્યોમાં આરંભી દેવામાં આવી છે.

6. જીએસટી એક સ્થળ આધારિત ટેક્સ છે. કોઇ પણ ફાઇનલ પ્રોડક્ટ પરનો એસડીએસટી તે જે રાજ્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેને મળશે.

7. સમગ્ર દેશમાં જીએસટીનો દર એક સમાન રહેશે. જો કે રાજ્ય અને કેન્દ્રમાં તેને સ્વાયત્ત બનાવવામાં આવ્યો છે. ત્યાર બાદ એ ટેક્સ ધીરે ધીરે ઘટતો જશે.

8. જીએસટી જે ઉત્પાદનો પર વેટ લાગતો ના હોય તેના પર લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેનું પ્રમાણ એક ટકાથી વધારે નહીં હોય. આ ટેક્સ મહત્તમ બે વર્ષ માટે અથવા તો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે તે સમયગાળા માટે લેવામાં આવશે. આ વધારાનો ટેક્સ માલસામાનના પુરવઠા પર લેવામાં આવશે. આ ટેક્સ એ રાજ્યોને મળશે જ્યાંથી સામાન સપ્લાય થયો હોય.

English summary
8 Features of the Goods and Services Tax (GST) Introduced by Jaitley in Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X