For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારની નવી બિઝનેસ સ્ટાર્ટ અપ યોજનાની 8 હાઇલાઇટ્સ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 જાન્યુઆરી : વાયબ્રન્ટ ગુજરાત 2015ના ભાગ સ્વરૂપે ગુજરાત સરકારે નવા બિઝનેસ આઇડિયાને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત સ્ટાર્ટ અપ સ્કીમ શરૂ કરી છે.

આ યોજના અંતર્ગત રાજ્યના શિક્ષિત યુવાનોના નવપ્રવર્તક વિચારો-ઇનોવેટિવ આઇડિયાને પણ રાજ્યના વિકાસ સાથે જોડવા આ પોલિસીમાં ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ માટે નવી સ્ટાર્ટ અપ સ્કીમ અમલમાં મૂકી છે.

નાણા પ્રધાન સૌરભભાઈ પટેલે નવી સ્ટાર્ટ અપ સ્કીમ અંગે જણાવ્યું છે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને તૈયાર થતા યુવાનોમાં નવા વિચારો, ઇનોવેટિવ આઇડિયા અને ટેક્‌નિકલ સંશોધન માટેની ઉત્કંઠા હોય છે. આ યુવાનોને તેમના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટેની તક ઊભી થાય તે માટે તદ્દન નવી યોજના તૈયાર કરવામાં આવી છે.

business-start-up-1

સૌરભ પટેલે જણાવ્યું કે યુવા નવસંશોધકોનાં સંશોધનો-વિચારો ઉદ્યોગો સાથે જોડાઈને રાજ્યની ઉત્પાદન પ્રક્રિયાને વધુ સક્ષમ, સુદૃઢ અને સ્પર્ધાત્મક બનાવે અને ગુજરાત આવાં નવઉત્પાદનોનું વૈશ્વિક નેતૃત્વ લે તે માટે રાજ્ય સરકારનો આ પ્રયાસ છે.

નવી સ્ટાર્ટ અપ યોજનાની હાઇલાઇટ્સ

1. યુવાનોને ખાસ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા મેન્ટર સર્વિસ પૂરી પાડવામાં આવશે.

2. મેન્ટર સર્વિસની મદદ લઇને યુવાનો ઇનોવેટિવ આઇડિયાને વાસ્તવિક સ્વરૂપ આપીને રિયલ બિઝનેસ તરીકે શરૂ કરવામાં મદદ મેળવી શકશે.

3. યુવાનોને મેન્ટરની સેવા પૂરી પાડતી યુનિવર્સિટી જેવી સંસ્થાઓને વિશેષ પ્રોત્સાહન અપાશે. સરકાર આવી સંસ્થાને રૂપિયા 5 લાખ સુધીની સહાય આપશે.

4. સ્ટાર્ટ અપ માટે સંશોધન દરમિયાન ટેક્‌નોલોજી વિકસાવવા માટે જરૂરી કાચો માલ, સાધનોમાં થતા ખર્ચ માટે સંસ્થાને ખાસ રૂપિયા 10 લાખની સહાય પણ અપાશે.

5. નવા ઉદ્યોગસાહસિકોને યુનિવર્સિટી, સરકારી લેબોરેટરી, પીએસયુ તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ વગેરેની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.

6. યુવા સંશોધકોને પ્રોત્સાહન સ્વરૂપે તેમના પ્રાથમિક નિભાવ માટે 1 વર્ષ માટે માસિક રૂપિયા 10,000નું માનદ્ ભથ્થું આપવામાં આવશે.

7. નવયુવાનોને MSME યોજના હેઠળ મળતી સહાય ઉપરાંત વેન્ચર કેપિટલ ફંડ માટે રૂપિયા 50 લાખ સુધીની મદદ રાજ્ય સરકાર કરશે.

8. સ્ટાર્ટ અપ એકમોએ ઉત્પાદન કરેલી ઉત્પાદિત વસ્તુને પાંચ વર્ષ માટે તેમણે ભરેલા ટેક્સના 70 ટકા રકમ રિફંડ તરીકે મળશે. આવું રિફંડ મૂડીરોકાણના 100 ટકાની મર્યાદામાં મળશે.

English summary
Gujarat government launched new business Start Up scheme as part of Vibrant Gujarat 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X