For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આ 8 બાબતો ચકાસો

|
Google Oneindia Gujarati News

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય અને રોકાણકારને કોઇ પ્રકારની ચિંતા ના હોય તે શક્ય નથી. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે, તો જ સારું વળતર મેળવી શકાય છે. આ બાબતોમાં યોગ્ય સમય, યોગ્ય સ્કીમ, આપની જરૂરિયાત કેવી છે તેનો સમાવેશ થાય છે.

અમે આપને મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરતા પહેલા કઇ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ તેની ટિપ્સ આપી રહ્યા છીએ. જેથી આપના માટે મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ વળતર મેળવવામાં થોડું માર્ગદર્શન મળી રહેશે...

આપની વય અને જોખમ લેવાની ક્ષમતા ચકાસો

આપની વય અને જોખમ લેવાની ક્ષમતા ચકાસો


મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે સૌથી મહત્વની બાબત આપની વય અને જોખમ લેવાની ક્ષમતા છે. જો આપ 30 વર્ષની આસપાસ હશો તો જોખમ લઇને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો. આપ 50 વર્ષની આસપાસ હશો તો વધારે જોખમ લેવાને બદલે નિશ્ચિત વળતર આપતા ડેબ્ટ ડેડિકેટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો

મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો


મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કેટલું વળતર આપે છે એ જાણવામાં આપને રસ હોય તો આપે મ્યુચ્યુઅલ ફંડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જોઇએ. આમ કરવાથી આપને વળતર અને રિટર્નની ગણતરીનો ખ્યાલ આવશે.

એક્ઝિટ લોડ ચકાસો

એક્ઝિટ લોડ ચકાસો


આપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તેને વેચવાની ઇચ્છા પણ ધરાવો છો. આપ જ્યારે પણ ફંડ વેચશો ત્યારે આપના પર એક્ઝિટ લોડ એટલે કે ચાર્જ લાગશે. બધા જ મ્યુચ્યુઅલ ફંડ આ ચાર્જ લેતા નથી.

એસેટ એલોકેશન

એસેટ એલોકેશન


કેટલીક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ડેબ્ટ્સમાં રોકાણ કરે છે. જ્યારે કેટલાક ઇક્વિટીમાં રોકાણ કરે છે. જો આપ જોખમ લેવા માંગતા હોવ તો ઇક્વિટીમાં રોકાણ કરો. જોખમ ના લેવું હોય તો એવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો જે માત્ર કોર્પોરેટ બોન્ડ્સ, બેંક ડિપોઝિટ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને સરકારી સિક્યુરિટીમાં કામ કરે છે.

મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ ચેક કરો

મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ ચેક કરો


મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ જાણવા માટે તેનો ટ્રેક રેકોર્ડ ચેક કરવો જોઇએ. જે ફંડે ભૂતકાળમાં સારું પરફોર્મ કર્યું ના હોય તેમાં રોકાણ કરવાનું ટાળવું જોઇએ. જો કે ભૂતકાળની સ્થિતિને આધારે જ ભવિષ્યના પરફોર્મન્સનું આકલન કરી ના શકાય.

મ્યુચ્યુઅલ ફંડ કોર્પસ ચકાસો

મ્યુચ્યુઅલ ફંડ કોર્પસ ચકાસો


મોટા મ્યુચ્યુઅલ ફંડ જોખમ સામે લડવા માટે કોર્પસ ફંડ રાખે છે. આમ એટલા માટે કે કંપનીમાં કેટલાક ખર્ચાઓ નિશ્ચત હોય છે. જે કોર્પસ ફંડમાંથી ચૂકવાય છે, જેથી ખર્ચો ઘટાડી શકાય.

ફંડ હાઉસ

ફંડ હાઉસ


ફંડ હાઉસની ચકાસણી કરો. કારણ કે ફંડ હાઉસની કુશળતા અને અનુભવની મોટી અસર પડે છે.

મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર

મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર


મ્યુચ્યુઅલ ફંડના વિવિધ પ્રકાર જાણીને આપની જરૂરિયાત અનુસારના ફંડમાં રોકાણ કરો.

English summary
8 things to check before investing in mutual funds in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X