For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર કાર્ડ : મહત્વનું છે કે નહીં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : જી હા, આધારકાર્ડ આગામી સમયમાં મહત્વનું બને એવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આધાર કાર્ડ ટૂંક સમયમાં તમારા લગ્ન માટે કદાચ ફરજિયાત બની જશે. સરકારે તમામ લગ્નવિષયક (મેટ્રિમોનિયલ) વેબસાઇટ્સને પોર્ટલ પરની પ્રોફાઇલ્સની ભરોસાપાત્રતા ચકાસવા જણાવ્યું છે. દિલ્હીના કેબ ડ્રાઇવર દ્વારા બળાત્કારની ઘટના પછી મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ પ્રસ્તાવ મૂક્યો છે.

મંત્રીએ પ્રોફાઇલને આધાર કાર્ડની માહિતી સાથે સરખાવવાનું સૂચન કર્યું છે. આગામી વર્ષના પ્રારંભ સુધીમાં તમામ મેટ્રોમોનિયલ સાઇટ્સે આ નિયમનું પાલન કરવાનું રહેશે. ગાંધીએ મેટ્રોમોનિયલ સાઇટ્સને બનાવટી પ્રોફાઇલ્સ શોધી કાઢવા નિર્દેશ કર્યો છે.

aadhar-card-1

મેનકા ગાંધીના જણાવ્યા અનુસાર મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ મૂકવા અત્યારે મોબાઈલ નંબર એક માત્ર જરૂરિયાત છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે 'આ ખરેખર પૂરતું નથી. સેંકડો લોકો દર મહિને મેટ્રોમોનિયલ સાઇટ્સ પર નોંધણી કરાવે છે અને સારો 'મૂરતિયો' શોધતી ઘણી મહિલાઓ છેતરપિંડીનો ભોગ બને છે.

ઘણા પુરુષો જુદીજુદી વેબસાઇટ્સ પર ઘણા ખાતાં ધરાવે છે. પ્રોફાઇલની ચકાસણી માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાથી પ્રોફાઇલમાં વ્યક્તિના ફોટો પણ મુકાશે. આ પગલાથી લેભાગુઓ, લફરાબાજ અને પરિણિત હોવા છતાં અપરિણિત હોવાનો દાવો કરનાર લોકોને પકડી શકાય છે.'

અત્યારે આવી સાઇટમાં ઓળખનો પુરાવો ફરજિયાત નથી. ભારતમેટ્રિમોની.કોમ દ્વારા તાજેતરમાં એક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેમાં રસ ધરાવનાર યુઝર તેની પ્રોફાઇલ સાથે રેશન કાર્ડ, આધાર કાર્ડ કે અન્ય ઓળખનો પુરાવો એટેચ કરીને 'ઓનલાઇન ટ્રસ્ટ બેજ' અને 'પ્રોફેશનલ ટ્રસ્ટ બેજ' મેળવી શકે.

ભારતમેટ્રિમની.કોમના સ્થાપક અને સીઈઓ જાનકીરામન મુરુગાવેલે જણાવ્યું હતું કે અમારા તારણ પ્રમાણે આવી પ્રોફાઇલ્સને સૌથી વધુ પ્રતિસાદ મળે છે. આધાર કાર્ડ સહિતના પુરાવાને ફરજિયાત બનાવવાનું મુશ્કેલ રહેશે. મોટા ભાગના યુઝર્સ પુરાવાની ગુપ્તતા અંગે ચિંતિત છે અને કેટલાક પાસે ઓળખ સંબંધી પુરાવા જ નથી.

English summary
Aadhar Card: Is it Important to have It or Not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X