For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આકાશ 3' ટેબલેટમાં સિમકાર્ડ લગાવી શકાશે !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aakash
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: સસ્તા ટેબલેટ 'આકાશ'ના ત્રીજા વર્જનનો ઉપયોગ ગ્રાહકો માટે જોરદાર અનુભવ સાબિત થશે કારણ કે આ આકાશને બનાવનાર તેમાં સિમકાર્ડ સહિત કેટલીક અન્ય આકર્ષક સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આશા છે કે લગભગ 50 લાખ લોકો 'આકાશ 3' ટેબલેટ આગામી તબક્કામં રજૂ કરવામાં આવશે. તેના માટે વૈશ્વિક ટેન્ડર આગામી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવશે.

આકાશ-3ને બનાવનાર ટીમના સભ્યોના અનુસાર જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી ઉત્પાદનને સ્વદેશી બનાવવાનો અને તેમાં કેટલાય પક્ષોને સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. સમિતીના સભ્યો અને આઇઆઇટી બોમ્બેના કોમ્યુટર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રોફેસર દિપક બી પાઠકે કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય શિક્ષણ પ્રથામાં ટેબલેટના ઉપયોગને પ્રોત્સાહન આપવું અને તેના માટે પરિસ્થિતિ વિષયક તંત્ર તૈયાર કરવાનો હોય.

દિપક પાઠકે કહ્યું હતું કે કોમ્યૂટર સંબંધી મોટી-મોટી કંપનીઓ આ ડિવાઇસથી હેરાન છે અને તે આ પ્રક્રિયામાં જોડાવવા માંગે છે. તેમને કહ્યું હતું કે આકાશ-3 માં લીનક્સ અને એંડ્રોઇડ સંચાલન ટેક્નોલોજીની મદદથી ઝડપી પ્રોસેસર થશે અને તેમાં આધુનિક મેમોરી હશે. દિલિપ પાઠકે કહ્યું હતું કે તેમાં સિમ લગાવવાની જગ્યા હશે જેથી તેનો કોમ્યુનિકેશનના સાધન તરીકે પણ ઉપયોગ કરી શકાશે. દિલિપ પાઠક સિવાય આઇઆઇટી મદ્રાસના પ્રોફેસર અશોક ઝુનઝુનવાલા સેકડો વિદ્યાર્થી તથા અન્ય લોકો સાથે આકાશ-3 બનાવવાની પ્રક્રિયામાં સામેલ છે.

વિદ્યાર્થીઓની આ યોજનાને લઇને ઉદ્દેશ્ય ટેબલેટમાં નાડીની દર માપવાની સુવિધા પણ એડ કરવાનો છે. પાઠકે કહ્યું હતું કે આકાશ-3ના બે મોડલ પણ લાવવામાં આવી શકે છે. જેમાંથી એક સ્કૂલ અને બીજુ કોલેજીયનો માટે હશે.

English summary
Imagine a tablet that can diagnose your heart rate? Or web-cam, textbook with audio notes in your mother-tongue and SIM card slot, all available within the existing price band.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X