મોદી લહેરમાં ગુજરાતની કંપનીઓના શેરોમાં 3 ગણો ઉછાળો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 એપ્રિલ: સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેરની ચર્ચા વચ્ચે ગુજરાત સ્થિત કંપનીઓના શેરોમાં જોરદાર તેજી આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સાત મહિના પહેલાં ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. ત્યારબાદથી ગુજરાતની કંપનીઓના શેર ત્રણ ગણા સુધી વધી ગયા છે.

ગત સાત મહિના દરમિયાન શેર કિંમતોના વિશ્લેષણ અનુસાર 13 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ગુજરાતમાં કામગીરી કરી રહેલી વિભિન્ન કંપનીઓ તથા વિભિન્ન વિસ્તારોમાં કાર્યરત અદાણી સમૂહની કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

બજાર વિશ્લેષકોએ કહ્યું કે ગુજરાતની કંપનીઓના શેરોમાં તે આશાથી ઉછાળો આવ્યો છે કે કદાચ મોદી વડાપ્રધાન બનશે. જો કે કેટલાક વિશ્લેષકોને ચેતવ્યા છે કે જો આવું થતું નથી તો આ કંપનીઓને શેરોમાં જોરદાર ઘટાડો આવી શકે છે.

bjp-leader-narendra-modi

અદાણી ગ્રુપની પ્રમુખ કંપની અદાણી એન્ટરપ્રાઇઝેઝના શેર 13 સપ્ટેમ્બરના 141.20 રૂપિયા હતા, જે 11 એપ્રિલ, 2014ના રોજ 437.5 રૂપિયા થઇ ચૂક્યાં છે. મુંબઇ શેર બજારના આંકડા અનુસાર આ પ્રમાણે અદાણી પાવરના શેરમાં આ દરમિયાન 52.62 ટકા તથા અદાણી પોર્ટ્સમાં 42.54 ટકાની તેજી આવી છે.

જે અન્ય કંપનીઓના શેરોએ રોકાણકારોને આકર્ષિત કર્યા છે તેમાં અરવિંદ લિ.ના શેર બેગણા થઇ ગયા છે. આ દરમિયાન ગુજરાત પિપાવાવ પોર્ટના શેર 91.93 ટકા, ગુજરત ખનિજ વિકાસ નિગમના શેર 53.46 ટકા તથા કેડિલાના 54.49 ટકા ચઢ્યો. આ સાત મહિનામાં ટોરેન્ટ પાવરના શેરમાં 45.4 ટકા, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટમાં 37.57 ટકા તથા ગુજરાત અલ્કલીજમાં 30.82 ટકા ઉછાળો આવ્યો છે.

ઓગમેંટ ફાઇનાશિયલ સર્વિસેઝના સીઇઓ તથા સંસ્થાપક ગજેન્દ્ર નાગપાલે કહ્યું, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો મોદી વડાપ્રધાન બને છે, તો તેનાથી ગુજરાતની કંપનીઓ લાભની સ્થિતીમાં હશે. જાપાની બ્રોકરેજ કંપની નોમૂરાનું માનવું છે કે મોદીના નેતૃત્વમાં નવી સરકાર બનવા પર શેર બજારમાં 10 ટકાનો ઉછાળો આવશે. સમીક્ષા હેઠળ મુંબઇ શેર બજારનો સેંસેક્સ 14.67 ટકા ચઢીને 22.628.96 અંક પર પહોંચી ગયો છે.

English summary
Shares of Adani group companies soared on Thursday and were traded in large numbers, as investors placed bets on strong business prospects of the Gujarat-based group and on hopes that Narendra Modi-led Bharatiya Janta Party (BJP) may win the general election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X