યુપીએ સરકારે અદાણી ગ્રુપને પાઠવી 5500 કરોડની નોટિસ

નવી દિલ્હી, 18 મે: લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા મળેલી આકરી હારથી એક દિવસ પહેલાં જ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર અમદાવાદના અદાણી ગ્રુપને ઝટકો આપી ગઇ છે. સરકારે ગુજરાતના અદાણી ગ્રુપને પાવર પ્રોજેક્ટ માટે ઇંપોર્ટ કરવામાં આવેલા ઉપકરણોની કિંમત વધારી કરીને દર્શાવવાનો આરોપમાં 5,500 કરોડ રૂપિયાની કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

મુંબઇમાં રેવેન્યૂ ઓફ ઇન્ટેલિજેંસના ડાયરેક્ટરેટ ઓફિસને અદાણી ગ્રુપને ગુરૂવારે એક નોટિસ પાઠવી છે. આ નોટિસ શુક્રવારે તે સમયે પાઠવવામાં આવી હતી, જ્યારે લોકસભા ચૂંટણી માટે પડેલા વોટોની ગણતરી શરૂ થવામાં થોડા કલાકો જ બાકી હતા. આ પગલું એટલા માટે પણ થોડું અસામાન્ય માનવામાં આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણીવાર ગૌતમ અદાણી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીમ્પ આરોપ હતો કે અદાણીને નરેન્દ્ર મોદી સાથે ખાસ સંબંધોના લીધે ગુજરાત સરકાર પાસેથી ટોફીના ભાવે જમીન મળી.

રાહુલ ગાંધીના આરોપો પર અદાણી ગ્રુપ ઘણીવાર સફાઇ આપી ચૂક્યા છે કે ગુજરાત સરકાર ઉપરાંત અન્ય ત્રણ રાજ્ય સરકારોને પણ તેમને ડેવલોપમેંટ હેઠળ જમીન આપી છે. અદાણી ગ્રુપના અનુસાર આ રાજ્યોમાં કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓની પણ સરકારો રહી છે.

gautam-adani

ડીઆરઆઇના સૂત્રોના અનુસાર અદાણી ગ્રુપ દ્વારા યુએઇની એક કંપની દ્વારા ઇંપોર્ટ કરવામાં આવેલા ઉપકરણો અને મશીનરીની કિંમત સાચી કિંમત કરતાં વધુ દર્શાવવાના મામલાની તપાસ ચાલી રહી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં રિપોર્ટ ફાઇલ કરવામાં આવી હતી કે અદાણી ગ્રુપે ઘણી કંપનીઓ પાસેથી ઘણી કંપનીઓ પાસેથી વસ્તુઓ ઇંપોર્ટ કરતી વખતે 2000 કરોડ રૂપિયા સુધી કિંમત વધારીને દર્શાવી છે.

નવેમ્બર 2013માં સેન્ટ્ર્લ બોર્ડ ઓફ એક્સાઇઝ એંડ કસ્ટમ્સે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડને રિમાઇંડર મોકલ્યું હતું કે અદાણી ગ્રુપને વર્ષ 2004માં ઇંપોર્ટ ડ્યૂટીમાં આપવામાં આવેલા ફાયદાઓને રદ કરવામાં આવે. આ અંગે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવી તો અદાની ગ્રુપે કોઇપણ કોંમેટ કરવાની મનાઇ કરી દિધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X