For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત : એર ઇન્ડિયા અમદાવાદ માટે વધુ 5 ફ્લાઇટ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 જાન્યુઆરી : નેશનલ એર કેરિયર એર ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત 2015 - ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અને પ્રવાસી ભારતીય દિવસના ઉપલક્ષ્યમાં દિલ્હીથી અમદાવાદની વધુ 5 ફ્લાઇટ શરૂ કરશે.

એર ઇન્ડિયા 122 સીટરનું A319 પ્લેન આ સેવામાં મુકશે. જે વિદેશી પ્રવાસીઓને એનઆરઆઇ ડે (NRI - Day) એટલે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રસંગે અને વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પ્રસંગે અમદાવાદ પહોંચવામાં મદદરૂપ બનશે.

air-india-flight

આ વધારાની ફ્લાઇટ્સ 5 જાન્યુઆરી, 2015થી 14 જાન્યુઆરી 2015 સુધી ચલાવવામાં આવશે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી 10.35am ઉપડશે અને અમદાાદ 12.05pm વાગે ઉતારશે. અમદાવાદથી રિટર્ન ફ્લાઇટ બપોરે 12.45 વાગ્યાની હશે.જે દિલ્હી બપોરે 14.15 વાગે ઉતારશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્બોબલ ઇન્વેસ્ટર સમિટ - 7 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાવાની છે. જ્યારે પ્રવાસી ભારતીય દિવસ - 13 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

આ ઇવેન્ટ્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પ્રવાસી ભારતીય દિવસની મુખ્ય ઇવેન્ટ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જ્યારે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અમદાવાદ સ્થિત કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.

English summary
Air India to run 5 more flights to Ahmedabad for Vibrant Gujarat and Pravasi Bharatiya Diwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X