For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયલ એસ્ટેટને રાહત, બધા પ્રોજેક્ટ્સને માર્ચથી 6 મહિના સુધીની મહોલત

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને 20 લાખ કરોડના આર્થિક પેકેજ સાથે જોડાયેલી માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને 20 લાખ કરોડના આર્થિક પેકેજ સાથે જોડાયેલી માહિતી આપી છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે અર્થ વ્યવસ્થાે ગતિ આપવા માટે કાલે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યુ છે કે 20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજ દ્વારા ગરીબો અને વેપારીઓની મદદ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે રિયલ એસ્ટેટ બાબતે એડવાઈઝરી જારી હશે કે બધા પ્રોજેક્ટ્સને માર્ચથી આગળ 6 મહિના સુધી મહેતલ આપવામાં આવે. બિલ્ડરોને પણ મકાન પૂરુ કરવા માટે સમય મળશે. બધી સરકારી એજન્સીઓ જેવી કે રેલવે, હાઈવે વગેરેને છ મહિના સુધી કોન્ટ્રાક્ટરોને રાહત આપશે. પીપીપીમાં પણ છ મહિના સુધી રાહત આપવામાં આવશે.

real estate

નિર્મલા સીતારમણ સાથે પ્રેસ કૉન્ફરન્સમાં હાજર નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે આર્થિક પેકેજ પર રોજ અલગ અલગ સેક્ટર વિશે માહિતી આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે કોરોનાએ દેશ-દુનિયા સામે ઘણા સંકટ ઉભા કર્યા પરંતુ આ પડકારના સમયમાં પણ પીએમ મોદી દેશ માટે અવસર જુએ છે.

તેમણે કહ્યુ કે સંકટના આ સમયે આપણા દેશમાં કોઈ ભૂખ્યુ ના રહે એવી અમારી કોશિશ છે. તમને જણાવી દઈએ કે પ્રેસ કૉન્ફરન્સની શરૂઆતમાં નિર્મલા સીતારમણે કહ્યુ કે કાલે પીએમના આર્થિક પેકેજ પર એલાન તમે સાંભળ્યુ, આ પેકેજ પર નિર્ણય સમાજના ઘણા સેક્શન, ઘણા મંત્રાલય અને વિભાગે વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવ્યો. તેમણે જણાવ્યુ કે આત્મનિર્ભર ભારતના 5 પિલર છે -ઈકોનૉમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ.

19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો

English summary
All Central agencies to provide an extension of up to 6 months, without cost to contractor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X