For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amazon ઓફર, નોકરી છોડવા પર 3 મહિનાનો પગાર અને 7,00,000 રૂપિયા મફત

ખાનગી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ કર્મચારીઓને તેમના વ્યવસાયમાં વધારો કરવા માટે કર્મચારીઓની નિયુક્તિ કરે છે

|
Google Oneindia Gujarati News

ખાનગી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ કર્મચારીઓને તેમના વ્યવસાયમાં વધારો કરવા માટે કર્મચારીઓની નિયુક્તિ કરે છે, પરંતુ બીજી બાજુ વિશ્વની સૌથી મોટી ઇકોમર્સ કંપની એમેઝોન તેમના કર્મચારીઓને નોકરી છોડવા પર ફ્રી પગાર સાથે-સાથે બિઝનેસ માટે રકમ પણ ઓફર કરી રહી છે.

આ પણ વાંચો: Reliance jio ની મોટી ભેટ, કંઈક પણ કર્યા વગર મળશે, એક વર્ષ સુધીનો ફાયદો

એમેઝોન આપી રહ્યું છે બેસ્ટ ઓફર

એમેઝોન આપી રહ્યું છે બેસ્ટ ઓફર

એમેઝોન તેના કર્મચારીઓને નોકરી છોડીને તેમની સાથે બિઝનેસ કરવાની ઓફર આપી રહી છે. કંપની તેના કર્મચારીઓને નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવાની ઓફર આપી રહી છે. કંપનીએ કર્મચારીઓને કહ્યું છે કે તેઓ અહીંથી નોકરી છોડી તેમની સાથે ડિલિવરીનો બિઝનેસ શરૂ કરે.

7 લાખ રૂપિયાની ઓફર

7 લાખ રૂપિયાની ઓફર

એમેઝોન કંપની ન માત્ર તેમના કર્મચારીઓને નોકરી છોડી બિઝનેસ કરવા માટે પ્રોત્સાહન કરી રહી છે પરંતુ તેમના કર્મચારીઓને નવા વ્યવસાયને પ્રારંભ કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું છે. કર્મચારીઓને તેમની પોતાની કંપની ખોલવા અને વ્યવસાય શરૂ કરવા માટે એમેઝોન 7 લાખ રૂપિયા પણ આપશે. આ ઉપરાંત, તે કર્મચારીઓને વ્યવસાય શરૂ કરવાના 3 મહિના સુધી પગાર પણ આપશે.

પ્રોડક્ટ ડિલીવરીનું કામ

પ્રોડક્ટ ડિલીવરીનું કામ

એમેઝોને પ્રોડક્ટ ડિલીવરીના કામને ઝડપી બનાવવા આ સ્કીમ શરૂ કરી છે. ડિમાન્ડ વધુ હોવાના કારણે, એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સને ઓર્ડર મેળવવા માટે બે થી ત્રણ દિવસનો સમય લાગી જાય છે. કંપની શક્ય તેટલા ટૂંકા સમયમાં આ કરવા માંગે છે. તેથી જ કંપની તેના કર્મચારીઓને નોકરી છોડી બિઝનેસની ઓફર આપી રહી છે. બિઝનેસ શરૂ કરવામાં પણ તેમની મદદ કરી રહી છે. અત્યાર સુધી એમેઝોન કુરિયર કંપનીની મદદથી તેના પ્રોડક્ટની ડિલીવરી કરતી હતી, પરંતુ હવે કંપની તેના પર પણ પોતાનું નિયંત્રણ ઈચ્છે છે. આ કારણે, કંપની આ સ્કીમ લઈને આવી છે. જોકે આ કોઈ પહેલી તક નથી, જયારે કંપનીએ આ સ્કીમ કાઢી છે. આ પહેલાં, કંપનીએ બિઝનેસ શરૂ કરવા માટે સેનાના નિવૃત્ત કર્મચારીઓને 7 લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી.

English summary
Amazon is incentivizing its own employees to quit their job and start their own
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X