For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકોને નોકરીમાંથી કાઢી રહ્યું છે એમેઝોન, ટ્વિટર ફેસબુક બાદ વધુ એક કંપની કરી રહી છે કર્મચારીઓની છટણી

ટ્વિટર, મેટા પછી હવે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને તેના સ્ટાફને પિંક સ્લિપ આપવાનું શરૂ કરી દીધું છે. પિંક સ્લિપ્સ આપવાનો અર્થ છે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે જ, કંપનીએ તેના ટોચના અધિકારીઓને મોકલેલા આંતરિક સં

|
Google Oneindia Gujarati News

ટ્વિટર, મેટા પછી હવે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને તેના સ્ટાફને પિંક સ્લિપ આપવાનું શરૂ કરી દીધું છે. પિંક સ્લિપ્સ આપવાનો અર્થ છે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે જ, કંપનીએ તેના ટોચના અધિકારીઓને મોકલેલા આંતરિક સંદેશાવ્યવહારમાં કહ્યું હતું કે કર્મચારીઓની હાયરીંગ અટકાવી દેવામાં આવી છે.

Amazone

બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે LinkedIn પર લખ્યું છે કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ સિવાય એક ભૂતપૂર્વ કર્મચારીની પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આખી રોબોટિક્સ ટીમને પિંક સ્લપ આપવામાં આવી હતી. LinkedIn ડેટા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 કર્મચારીઓ કામ કરતા હતા. જો કે, બિઝનેસ ટુડેએ પુષ્ટિ કરી નથી કે કેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહ્યું છે કે તેઓએ આ અંગે એમેઝોન પાસેથી ટિપ્પણીઓ માંગી છે.

વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ તેના કેટલાક બિન-લાભકારી એકમોમાં કામ કરતા કર્મચારીઓને અન્યત્ર નોકરી શોધવા માટે નિર્દેશ આપ્યો છે, કારણ કે તેમના પ્રોજેક્ટ્સ કાં તો બંધ અથવા સ્થગિત થઈ શકે છે.

પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેક્નોલોજીના કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ મેમોમાં લખ્યું છે કે અર્થતંત્ર અનિશ્ચિતતાની સ્થિતિમાં પહોંચી રહ્યું છે અને વર્ષોથી અમે કેટલા લોકોને નોકરીએ રાખ્યા છે તે જોતા એન્ડી અને ધ એસ-ટીમે આ અઠવાડીયે હાયરીંગ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ હાયરિંગ ફ્રીઝ થોડા મહિનાઓ સુધી ચાલશે. અમે આગામી કેટલાક મહિનાઓ સુધી આ સ્થિરતાને જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ, અને અમે અર્થતંત્ર અને બિઝનેસમાં જે જોઈએ છીએ તેના પર દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું. અમને થોડી સમજ આવશે એટલે અમે બિઝનેસને એડજસ્ટ કરીશુ.

જો કે, આ મેમોમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની અમુક પ્રોજેક્ટ્સ માટે હાયરીંગ ચાલુ રાખશે અને જેઓ પોતાની મેળે જ જશે તેમની જગ્યાએ નવા લોકોને લેવામાં આવશે. નોંધમાં એ પણ છે કે આવી પરિસ્થિતિઓ પહેલીવાર નથી આવી, આ પહેલા પણ ઘણી વખત આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે.

English summary
Amazon has started laying off employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X