For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની પાછળ 'અમૂલ' પહોંચ્યું વારાણસી, સ્થાપશે પ્લાન્ટ

|
Google Oneindia Gujarati News

વડોદરા, 16 મે : એશિયાની સૌથી મોટી દૂઘ બ્રાન્ડ અમૂલ પણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પાછળ વારાણસી પહોંચી છે. એશિયાનું સૌથી મોટું દૂધ સહકારી સંગઠન બનાસ ડેરી રૂપિયા 200 કરોડના ખર્ચે વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે.

આ અંગે સહકારી સંગઠનના ચેરમેન પરથી ભટોળનું કહેવું છે કે વારાણસીમાં અમૂલ રૂપિયા 200 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે. આને કહેવાય છે વિકાસ. નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કંપનીઓ તેમનો પીછો કરે છે અને તે વિસ્તારનો વિકાસ થાય છે.

amul-logo

નરેન્દ્ર મોદી હજી વડાપ્રધાન બન્યા પણ નથી અને ઉત્તર પ્રદેશની સાથે સાથે વારાણસીનો વિકાસ રથ અત્યારથી આગળ વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે નરેન્દ્ર મોદીને એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે તેઓ અમૂલ દૂધનો એક પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં લગાવે જેથી દિવસે દિવસે વધી રહેલી દૂધની સમસ્યાનો ઉકેલ લાવી શકાય.

અમૂલે લીધેલા નિર્ણયને કારણે લાગે છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામોનું વહેણ જોતા આ માટે હા પાડી દીધી છે. વારાણસીમાં 30 એકર જમીન પર અમૂલનો દૂધ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને આજીવિકા પણ ઉપલબ્ધ બની રહેશે.

વારાણસીમાં શરૂ થનારા દૂધ પ્લાન્ટ બાદ અહીં મઠો, માખણ અને દહી જેવી દૂધની આઇટમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત કાનપુર અને લખનૌમાં ક્રમશ: 40 એકર અને 20 એકર જમીનમાં દૂધનો પ્લાન્ટ લગાવવાની તૈયારી ચાલી રહી છે.

English summary
Asia's biggest milk brand, Amul, has followed BJP's PM candidate Narendra Modi to Varanasi. Banas Dairy, Asia's biggest milk union, will invest Rs 200 crore to set up this plant in Varanasi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X