અનિલ અંબાણીએ નથી ચૂકવી 10 બેંકોની લોન!

Posted By:
Subscribe to Oneindia News

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યૂનિકેશન્સની હાલત હાલ ખરાબ છે. કંપની બેંકોથી લીધેલી લોન નથી ચૂકવી શકતી. રિલાયન્સ કમ્યુનિકેશને દસથી વધુ સ્થાનીય બેંકો પાસેથી લોન લીધી છે. જે તે હવે નથી ચૂકવી શકતી. ઇકોનોમિક ટાઇમ્સની ખબર પ્રમાણે રિલાયન્સ કમ્યુનિકેશન લગભગ 10 બેંકોનું વ્યાજ આપવામાં અક્ષમ છે. અને અનેક બેંકોએ પોતાની એસેટ બુકમાં સ્પેશય્લ મેંશન એકાઉન્ટની રીતે રિલાયન્સની આ લોનને નાખી દીધી છે. હવે દેશની 10 બેંકોએ તેને લોનનું વ્યાજ ન ચૂકવતા એસએમએ 1 અને એસએમએ 2ના લિસ્ટમાં નાખી દીધું છે. SMA લોન તે છે જેમાં દેવું લઇને વ્યાજ નથી ચૂકવવામાં આવતું. અને જો 30 દિવસો સુધી લોન નથી ચૂકવવામાં આવતા તો તેમને આ એસએમએ શ્રેણીમાં નાંખવામાં આવે છે. અને જો 90 દિવસ પછી પણ બેંકાના લેંણા નથી પૂર્ણ થતા તો નોન પરફોર્મિંગ એસેટમાં તેને નાંખવામાં આવે છે.

ambani

ઉલ્લેખનીય છે કે CARE અને ICRAના ખરાબ રેટિંગ પછી આરકોમના શેયર 20 ટકા જેટલા નીચે પડ્યા છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ ક્વાટરમાં 966 કરોડનું નુક્શાન વેઠ્યું છે. અને હાલ પણ તે નુક્શાન હેઠળ ચાલી રહી છે. ત્યારે જો આવનારા સમયમાં પણ કંપની આ રીતે જ નુક્શાનમાં ચાલતી રહી તો ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી પણ મોટી મુશ્કેલીઓ આવી શકે છે.

English summary
Anil ambani company rcom is in bad situation, not paying loan interset more than ten banks.
Please Wait while comments are loading...