For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશુધન અને પશુપાલન માટે 28,343 કરોડ રૂપિયાના પેકેજનુ એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમના સહયોગી નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પ્રધાનમંત્રી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના મેગા પેકેજની વિસ્તૃત માહિતી આપવા માટે આજે સતત ત્રીજા દિવસે દેશ સામે આવ્યા.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમના સહયોગી નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર પ્રધાનમંત્રી તરફથી ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના મેગા પેકેજની વિસ્તૃત માહિતી આપવા માટે આજે સતત ત્રીજા દિવસે દેશ સામે આવ્યા. તેમણે જણાવ્યુ કે પીએમ મોદીએ જે કોરોના વાયરસ અને લૉકડાઉનથી થયેલ નુકશાનથી અર્થવ્યવસ્થા અને દેશને સંભાળવા માટે ઐતિહાસિક રાહત પેકેજનુ એલાન કર્યુ છે તેમાંથી 28,343 કરોડ રૂપિયા માત્ર પશુધન અને પશુપાલન માટે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે નાણામંત્રી વારાફરથી સમાજના દરેક વર્ગ અને અર્થવ્યવસ્થાના દરેક સેક્ટરની મદદ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાંની વિસ્તારથી માહિતી આપશે.

animals

કેન્દ્ર સરકારે એનિમલ હસબન્ડ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની મદદ માટે 15 હજાર કરોડ રૂપિયાના પેકેજનુ એલાન કર્યુ છે. આ રકમ ડેરી પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન અને ચારા સાથે જોડાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ખર્ચ કરવામાં આવશે. સરકારે કહ્યુ છે કે દેશમાં ઘણા વિસ્તારોમાં દૂધનુ ઉત્પાદન વધારવાની વધુ ક્ષમતા છે અને આના કારણે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ રકમ આપી છે. જે હેઠળ દૂધ અને તેની સાથે જોડાયેલ પ્રોડક્ટના નિકાસ માટે લાગનાર પ્લાન્ટને મદદ આપવામાં આવશે.

આ રીતે દેશમાં બહુ મોટી વસ્તી પશુધન પર નિર્ભર છે. કેન્દ્ર સરકારે પશુધનને બિમારીઓથી સુરક્ષા માટે 13,343 કરોડ રૂપિયાના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યુ છે જેની 100 ટકા રકમ પશુઓ જેવા કે ભેંસ, ઘેટા, બકરી અને સૂવરોના રસીકરણમાં ઉપયોગ કરવામાં આવશે. આ પશુ ઘણીવાર ફૂટ એન્ડ માઉથ ડિસીઝ જેવી બિમારીઓના શિકાર બની જાય છે અને તેને જડમાંથી મટાડવા માટે આ યોજના લૉન્ચ કરવામાં આવી છે. દેશમાં કુલ 53 કરોડ જાનવર છે અને આ રકમ એ 100 ટકા જાનવરોને રસી આપવામાં ઉપયોગમાં લેવામાં આવશે. અત્યારે દેશમાં 1.5 કરોડ ગાયો અને ભેંસોને ટેગ કરવામાં આવી ચૂકી છે અને તેમને રસી આપવામાં આવી ચૂકી છે.

ખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ

English summary
Announcement of package of Rs 28,343 crore for livestock and animal husbandry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X