For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિલીનિકરણના વિરોધમાં ચાર દિવસ સતત બેંકો રહેશે બંધ, કરી લો જરૂરી કામ

બેંક કર્મચારીઓના ચાર યુનિયનોએ સાર્વજનિક ક્ષેત્રની દસ બેંકોના વિલયની ઘોષણાના વિરોધમાં બે દિવસનું બંધનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે દસ રાષ્ટ્રીયકૃત બેંકોનુ વિલીનિકરણ કરીને ચાર મોટી બેંકો બનાવવાની ઘોષણા કરી હતી. પીએનબી, ઓરિએન્ટલ બેંક અને યુનાઈટેડ બેંકનુ વિલીનિકરણ થશે. આ સાથે કેનેડા બેંકનુ સિંડિકેટ બેંકમાં વિલય થશે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક અને અલાહાબાદ બેંકનું પણ મર્જર થશે. વળી, ઘણી બેંક યુનિયન સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓના ચાર યુનિયનોએ સાર્વજનિક ક્ષેત્રની દસ બેંકોના વિલયની ઘોષણાના વિરોધમાં બે દિવસનું બંધનુ એલાન કર્યુ છે.

ચાર દિવસ સતત બેંક રહેશે બંધ

ચાર દિવસ સતત બેંક રહેશે બંધ

એટલુ જ નહિ આ બેંક યુનિયનોએ સરકારના આ નિર્ણયના વિરોધમાં નવેમ્બરના બીજા સપ્તાહથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાની પણ ધમકી આપી છે. વાસ્તવમાં 26 સપ્ટેમ્બરે ગુરુવાર છે અને 27 સપ્ટેમ્બરે શુક્રવાર છે પરંતુ હડતાળના કારણે આ બે દિવસોમાં બેંકોનુ કોઈ કામ નહિ થાય. જ્યારે 28 સપ્ટેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંકમાં રજા હશે અને 29 સપ્ટેમ્બરે રવિવારની રજા છે. આમ બેંક સતત ચાર દિવસ સુધી બંધ રહ્યા બાદ 30 સપ્ટેમ્બરના રોજ જ ખુલશે.

26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ

26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ

કર્મચારી યુનિયન બેંક કર્મચારીઓના વેતન સુધારાની પ્રક્રિયાને ઝડપી કરવા અને પાંચ દિવસના સપ્તાહની પણ માંગ કરી રહ્યા છે. હડતાળનુ આહ્વાન ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન, ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન, ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બેંક ઑફિસર્સે કર્યુ છે. એઆઈબીઓસી ચંદીગઢના મહાસચિવ દીપક કુમાર શર્માએ આ માહિતી આપી. શર્માએ જણાવ્યુ કે દેશભરની રાષ્ટ્રીયકૃત બેંક 25 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી 27 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ સુધી હડતાળ પર રહેશે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલીનિકરણના વિરોધ અને પોતાની માંગોના સમર્થનમાં બેંક કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના

સરકારે 10 બેંકોના વિલીનિકરણનો કર્યો હતો નિર્ણય

સરકારે 10 બેંકોના વિલીનિકરણનો કર્યો હતો નિર્ણય

તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને સરકારી બેંકોના વિલીનિકરણની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકારે પીએનબીમાં ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયાનુ કેનેડા બેંકમાં, સિંડિકેટ બેંકનું યુનિયન બેંક ઑફ ઈન્ડિયામાં, આંધ્ર બેંકમાં કૉર્પોરેશન બેંકનુ જ્યારે ઈન્ડિયન બેંકનું ઈલાહાબાદ બેંકમાં વિલીનિકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંકોના મર્જરના એલાન બાદ માત્ર ખાતાધારકોની ચિંતા નથી વધી પરંતુ બેંક કર્મચારીઓની નોકરી પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. જો કે આ ચિંતાને ફગાવીને નાણામંત્રીએ કહ્યુ હતુ કે બેંકોના મર્જરથી એક પણ કર્મચારીની નોકરી નહિ જાય.

English summary
bank merger: union of bank employees call 2 days strike against decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X