For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેંકે ખાતાધારકોને ઝાટકો આપ્યો, 1 ઓગસ્ટથી બદલાઇ જશે આ નિયમો

બેંક ઑફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંકે પોતાના ખાતાધારકોને જબરો ઝાટકો આપતાં મિનિમમ બેલેંસ અને કેશ લેણદેણના નિયમો બદલી નાખ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટના કાળણાં જ્યાં લોકોને જ્યાં આર્થિક સંકટે પરેશાન કર્યા છે ત્યાં કેટલીક બેંકોએ પોતાના ખાતાધારકોને તગડો ઝાટો આપ્યો છે. બેંક ઑફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંકે પોતાના ખાતાધારકોને જબરો ઝાટકો આપતાં મિનિમમ બેલેંસ અને કેશ લેણદેણના નિયમો બદલી નાખ્યા છે. આ બદલાવ 1 ઓગસ્ટથી લાગૂ થઇ જશે. નવા નિયમો મુજબ તમારા પર બોજો વધશે.

આ બેકોએ ખાતાધારકોને ઝાટકો આપ્યો

આ બેકોએ ખાતાધારકોને ઝાટકો આપ્યો

બેંકોએ પોતાની રોકડ સંતુલન અને ડિજિટલ ટ્રાન્જેક્શનને ઉત્તેજન આપવા માટે ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. બેંક ઑફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને RBLએ ગ્રાહકોને ન્યૂનતમ બેલેંસ પર ચાર્જ લગાવવાની ઘોષણા કરી છે. 1 ઓગસ્ટથી આ બેંકોએ મિનિમમ બેલેંસ પર ચાર્જ લગાવવાની ઘોષણા કરી. માત્ર મિનિમમ બેલેંસ જ નહિ બલકે 3 ફ્રી ટ્રાન્જેક્શન બાદ કેશ લેણદેણ પરપણ ચાર્જ આપવો પડશે.

1 ઓગસ્ટથી આ નિયમો બદાઇ જશે

1 ઓગસ્ટથી આ નિયમો બદાઇ જશે

1 ઓગસ્ટથી બેંક ઑફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને આરબીએલ બેંકે ત્રણ ફ્રી ટ્રાન્જેક્શન બાદ લેણદેણ પર ચાર્જ વસૂલવાનો ફેસલો લીધો છે. જો આ બેંકોએ કેશ ટ્રાન્જેક્શન અને ન્યૂનતમ બેલેંસના નિયમોને જોવામાં આવે તો બેંક ઑફ મહારાષ્ટ્રમાં સેવિંગ અકાઉન્ટ ધારકોએ મેટ્રો શહેરોમાં પોતાના ખાતામાં ઓછામાં ઓછા 2000 રૂપિયા રાખવા પડશે, જે પહેલા 1500 હતા. જો તમે તમારા ખાતામાં મિનિમમ બેલેંસ નથી રાખતા તો મેટ્રો શહેરમાં 75 રૂપિયા, સેમી મેટ્રો શહેરમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 20 રૂપિયા પ્રતિ મહિને ચાર્જ ચૂકવવો પડશે.

ખાતા ધારકોને 3 ટ્રાન્જેક્શન ફ્રી મળશે

ખાતા ધારકોને 3 ટ્રાન્જેક્શન ફ્રી મળશે

બેંક ઑફ મહારાષ્ટ્રના ખાતાધારકોને 3 ટ્રાન્જેક્શન ફ્રી આપવામાં આવ્યા છે, પરંતુ તે બાદ જમા- ઉપાડ માટે 100 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ શુલ્ક તમારી જમા અને ઉપાડની રકમ પર નિર્ભર કરે છે. જ્યારે બેંકે લૉર પર પણ પેનલ્ટી વધારી દીધી છે. બેંકનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે કોરોના સંકટના કાળમાં બેંકે બહુ ઓછા આવે અને પોતાની જરૂરતો માટે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરે.

એક્સિસ બેંકમાં ખાતું હોય તો ધ્યાન રાખો

એક્સિસ બેંકમાં ખાતું હોય તો ધ્યાન રાખો

બેંક ઑફ મહારાષ્ટ્ર ઉપરાંત એક્સિસ બેંકે પણ પોતાના ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાનો ફેસલો લીધો છે, જે અંતર્ગત ફ્રી ટ્રાન્જેક્શન બાદ કરાયેલ લેણદેણ પર તમારે દરેક ટ્રાન્જેક્શન માટે 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકે ખાતાધારકો પર 5 ફ્રી ટ્રાન્જેક્શ બાદ કેશ લેણદેણ પર પેનલ્ટીલગાવવાની વાત કહેવામાં આવી છે.

આ માટે ફેસલો લેવાયો

આ માટે ફેસલો લેવાયો

બેંકે કહ્યું કે 5 ફ્રી ટ્રાન્જેક્શન બાદ ડેબિટ કાર્ડ-એટીએમથી પૈસા ઉપાડવા પર 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બિન-નાણાકીય લેણદેણ પર પ્રતિ ટ્રાન્જેક્શન 8.5 રૂપિયા લેવો પડશે. જ્યારે બેંકે કહ્યું કે માપદંડોના આધારે જો બેંક ખાતામાં મિનિમમ બેલેંસ મેન્ટેન ના રહ્યું તો ખાતાધારકોએ પેનલ્ટી પણ ભરવી પડશે. બેકનું કહેવું છે કે તેઓ ઈચ્છે તો લોકો ડિજિટલ બેંકિંગનો વધુમાં વધુ ઉપયોગ કરે, જેથી તેમણે બેંકના નિયમો માટે બહાર ના નીકળવું પડે.

મુકેશ અંબાણીની જાહેરાત, ભારતમાં 5G સર્વિસ આપશે રિલાયંસ જીયોમુકેશ અંબાણીની જાહેરાત, ભારતમાં 5G સર્વિસ આપશે રિલાયંસ જીયો

English summary
bank of maharashtra, axis bank, kotak and RBL bank made changes in their minimal balance rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X