For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Strike: ખાનગીકરણના વિરોધમાં બેંકોની આજે અને કાલે રાષ્ટ્રવ્યાપી હડતાળ, આ સેવાઓ પર પડશે અસર

ખાનગીકરણના વિરોધમાં આજે(15 માર્ચ) અને મંગલવાર(16 માર્ચ) દેશવ્યાપી હડતાળ છે.

|
Google Oneindia Gujarati News

બેંકોની 15 અને 16 માર્ચે દેશવ્યાપી હડતાળઃ ખાનગીકરણના વિરોધમાં આજે(15 માર્ચ) અને મંગલવાર(16 માર્ચ) દેશવ્યાપી હડતાળ છે. કર્મચારી સંગઠનોની દેશવ્યાપી હડતાળના કારણે આજે અને મંગળવારે દેશભરમાં બેંકિંગ સર્વિસ પ્રભાવિત થશે. 9 યુનિયનોના સંમિલિત સંગઠન યુનાઈટેડ ફોરમ ઑફ બેંકિંગ યુનિયને અધિકૃત નિવેદન આપીને કહ્યુ છે કે ખાનગીકરણના વિરોધમાં બેંકોના લગભગ 10 લાખ કર્મચારી અને અધિકારી 15 અને 16 માર્ચે યોજાનારી દેશવ્યાપી હડતાળમાં શામેલ થશે. આ હડતાળના કારણે બેંકોમાં ડિપોઝીટ, ટ્રાન્સફર, લોન પાસ કરાવવી અને ચેક કલીયરન્સ જેવી સર્વિસ પ્રભાવિત થશે. જોકે આ દરમિયાન પ્રાઈવેટ બેંકોમાં સેવા ચાલુ રહેશે.

bank

હડતાળ કરનાર બેંકોએ પોતાના ગ્રાહકોને આપી સૂચના

બેંક પહેલા જ 13 માર્ચ(બીજો શનિવાર) અને 14 માર્ચે(રવિવાર) બંધ હતી. જેનો અર્થ છે કે હવે નિયમિત બેંકિંગ કાર્યોમાં ચાર દિવસનો બ્રેક રહેશે. હડતાળના કારણે પૈસા જમા કરવા અને ઉપાડવા, ચેક ક્લીયરન્સ અને લોન જેવી સેવાઓ અટકશે પરંતુ એટીએમના વર્ક ફંક્શન પર કોઈ અસર નહિ થાય. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને ઈંડસઈંડ બેંક જેવી પ્રાઈવેટ બેંક સામાન્ય રીતે કામ કરશે પરંતુ દેશમાં માત્ર એક તૃતીયાંશ જ લોકો એવા છે છે જેમના આ બેંકોમાં ખાતા છે. ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ) સહિત ઘણી સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને પહેલા જ સૂચના આપી દીધી છે કે જો હડતાળ થશે તો તેમની સેવાઓ પર અસર થશે.

જાણો કેમ હડતાળ કરી કરી રહી છે સરકારી બેંકો

ધ યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સે(જેને નવ બેંક યુનિયન્સનુ સમર્થન મળેલ છે) આ હડતાળની ઘોષણા કરી છે. યુનિયને બેંક હડતાળ કરવાનો નિર્ણય ગયા મહિને ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બજેટ બાદ લીધો હતો. બજેટ 2021-22 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના વિનિવેશ કાર્યક્રમ હેઠળ આગલા નાણાકીય વર્ષમાં સાર્વજનિક ક્ષેત્રે બે બેંકોના ખાનગીકરણની ઘોષણા કરી હતી. ત્યારબાદથી જ હડતાળની યોજના બનાવવામાં આવી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ(એઆઈબીઈએ)ના મહાસચિવ સી એચ વેંકટચલમે કહ્યુ કે અધિક મુખ્ય શ્રમ કમિશ્નર સાથે અમારી 4 માર્ચ, 9 માર્ચ અને 10 માર્ચે થયેલી બેઠકો નિષ્પરિણામ રહી છે માટે હડતાળ તો થશે જ.

English summary
Bank Strike today and 16 March banking services hit as 10 lakh employees part of national strike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X