For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: બદલાઈ ગયો બેંક ખુલવાનો સમય, RBIના ખાતાધારકોએ આપી ખુશખબરી, મળશે એકસ્ટ્રા ટાઈમ

બેંક ખાતાધારકો માટે સારા સમાચાર છે. બેંક ખાતાધારકોને હવે કામ પૂરુ કરવા માટે વધારે સમય મળશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બેંક ખાતાધારકો માટે સારા સમાચાર છે. બેંક ખાતાધારકોને હવે કામ પૂરુ કરવા માટે વધારે સમય મળશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ બેંક ખુલવાના સમયમાં ફેરફાર કરી દીધો છે. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનુ કામ પૂરુ કરવા માટે એક કલાક એકસ્ટ્રા મળશે. આરબીઆઈએ 18 એપ્રિલ, 2022થી બેંકોના કામકાજના કલાકોમાં ફેરફાર કર્યો છે. બેંકોના ખુલવાનો સમય બદલાવી દીધો છે.

બદલાઈ ગયો બેંકોના કામકાજનો સમય

બદલાઈ ગયો બેંકોના કામકાજનો સમય

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 18 એપ્રિલ, 2022થી બેંકોના ખુલવાના સમયમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈના નિર્દેશ મુજબ હવે બધી બેંકો 10 વાગ્યાના બદલે 9 વાગ્યાથી ખુલશે. તમને જણાવી દઈએ કે બેંકોના ખુલવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના કારણે બેંકોના દિવસમાં ખુલવાના સમયને ઘટાડવામાં આવ્યો હતો. હવે રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ હવે ફરીથી આને સામાન્ય કરી દેવામાં આવ્યો છે.

18 એપ્રિલથી બદલાઈ ગયો બજારનો નિયમ

18 એપ્રિલથી બદલાઈ ગયો બજારનો નિયમ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 18 એપ્રિલ, 2022થી બેંકોના ખુલવાનો સમય બદલી દીધો છે. હવે બધી બેંકો ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી કરી દેવામાં આવ્યો છે. બેંકો ઉપરાંત હવે બજાર ખુલવાનો સમય પણ બદલાઈ ગયો છે. આરબીઆઈએ તેમના દ્વારા સંચાલિત ઘણા બજારોનો ટ્રેડિંગ ટાઈમ પણ બદલી દીધો છે. સોમવારથી નવો ટ્રેડિંગ ટાઈમ લાગુ કરી દેવામાં આવ્યો છે. કૉલ મની, ગવર્મેન્ટ પેપર્સ, ગવર્મન્ટ સિક્યોરિટીઝ, રેપો ઈન કૉર્પોરેટ બૉન્ડ્સ બધાના સમય હવે બદલાઈ જશે. હવે સવારે 10 વાગ્યાના બદલે 9 વાગે બજાર ખુલશે.

કાર્ડલેસ કાઢી શકાશે પૈસા

કાર્ડલેસ કાઢી શકાશે પૈસા

હાલમાં જ આરબીઆઈએ બધી બેંકોને કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન શરુ કરવાના નિર્દેશ આપી દીધા છે. નવા નિયમ મુજબ બધા બેંકોને કાર્ડલેસ એટીએસ ટ્રાન્સેક્શનની સુવિધા શરુ કરવાના નિર્દેશ આપ્યા છે. હવે ગ્રાહક યુપીઆઈ દ્વારા બેંકો પાસેથી અને એટીએમમાંથી પૈસા કાઢી શકશે. આરબીઆઈનુ કહેવુ છે કે કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન દ્વારા એટીએમ ફ્રૉડથી બચવામાં સરળતા રહેશે.

English summary
Bank Timing: RBI Change bank timing, Now get more time to complete banking work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X