For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ વિના પણ બેઝિક બેંકિંગ સેવા ઉપલબ્ધ બનાવાશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 નવેમ્બર : આવનારા થોડા મહિનાઓમાં સ્માર્ટફોન નહીં ધરાવતા ગ્રાહકો પણ સ્માર્ટ બેંકિંગ સેવાનો લાભ મેળવી શકે તેવું આયોજન ભારતીય બેંકો દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે. ગ્રાહક અને તેની બેન્ક વચ્ચેનું ટ્રાન્ઝેક્શન ઇન્ટરનેટ વગર બેઝિક હેન્ડસેટથી શક્ય બનશે.

આ અંગે ટેલિકોમ નિયમનકર્તા ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓને બેન્ક અધિકૃત મોબાઇલ પેમેન્ટ કંપનીઓને આવી સર્વિસ આપવાનું જણાવશે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ ઘણા સમયથી આ વાતનો વિરોધ કરી રહી હતી. આ પ્રકારનો એક અહેવાલ અગ્રણી બિઝનેસ ડેઇલી ઇકોનોમિક ટાઇમ્સમાં આવ્યો છે.

rbi-1

સ્થાનિક અને વૈશ્વિક પેમેન્ટ કંપનીઓની સાથે મળી ટેલિકોમ કંપનીઓ સ્થાનિક અને વૈશ્વિક પેમેન્ટ કંપનીઓની સમકક્ષ આવશે એવી શક્યતા છે. ટેલિકોમ કંપનીઓ નિયમનકર્તા અને સરકાર સાથે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા લોબિંગ કરતી હતી. યુએસએસડી ચેનલ સાદી ટેક્સ્ટ મેસેજિંગ સિસ્ટમ છે. જેમાં સંદેશની આપ-લે થઈ શકે છે.

મોબાઇલ ધારક બેન્કની વિવિધ સેવાઓ જેવી કે, ફંડ્સ ટ્રાન્સફર, બેલેન્સ જોવા, બિલ પેમેન્ટ માટે, ચેક કેન્સલ કરવા, ચેકબુકની રિક્વેસ્ટ માટે, એકાઉન્ટ સ્ટેટમેન્ટ મેળવવા તેમજ પુસ્તકો અને મ્યુઝિક ખરીદવા નવી સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

ટુજી કે થ્રીજી કનેક્ટિવિટી અથવા સ્માર્ટફોન નહીં ધરાવતા ગ્રાહકોએ બેન્ક સાથે વાતચીત કરવા ઉદાહરણ તરીકે *67# અથવા એવો કોઈ નંબર ડાયલ કરવાનો રહેશે. ગયા સપ્તાહે મોવિડા (વિઝા અને યુકેની મોબાઇલ મની સ્પેશિયાલિસ્ટ 'મોનિટાઇઝ' વચ્ચેનું મોબાઇલ પેમેન્ટ સંયુક્ત સાહસ)ના એક્ઝિક્યુટિવ્સે ટેલિકોમ કંપનીઓ પાસેથી USSD કોડ મેળવવા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના હસ્તક્ષેપની માંગણી કરી છે.

દોઢ મહિના પહેલાં મોવિડાએ ટ્રાઇ પાસે USSD એક્સેસની માંગણી કરી છે. ટેલિકોમ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી માટે સંમત થયા પછી મોવિડાએ આ માંગણી કરી હતી. વિઝા અને માસ્ટરકાર્ડના મતે સરકારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) જેવી કોઈ એક એન્ટિટીને USSD કોડ પૂરો પાડવાને બદલે પેમેન્ટ કંપનીઓને સ્પર્ધાની સમાન તક આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, NPCI સરકારનું પીઠબળ ધરાવતો પેમેન્ટ ગેટવે છે, જે મોદી સરકારના નાણાકીય સર્વસમાવેશિતામાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.

ચર્ચાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે 'ટ્રાઇના અધિકારીઓએ મોવિડાને જણાવ્યું હતું કે, તેઓ ટેલિકોમ કંપનીઓને USSD એક્સેસ માટે જણાવશે અને તેની ફાળવણી ક્યારે કરાશે એની પણ માહિતી અપાશે. મોબાઇલ પેમેન્ટ કંપનીઓ બેન્કના ઓથોરાઇઝેશન, જેવી કેટલીક મહત્ત્વની શરતો પૂરી કરશે તો કોઈ સમસ્યા નહીં થાય. જેમ કે, મોવિડાના કિસ્સામાં એ સ્પષ્ટ થવું જોઈએ કે, જે તે બેન્ક મોવિડા દ્વારા ગ્રાહકોને અમુક નિશ્ચિત સેવા પૂરી પાડશે.'

English summary
Basic banking services will be available without Internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X