For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્ર રિટેલ બિઝનેસ માટે ભારતી અને વોલ માર્ટ છૂટા પડ્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર : ભારતી એન્ટરપ્રાઇઝ અને વોલ માર્ટ સ્ટોર્સે પોતાની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા સ્પષ્ટતા કરી છે કે તેઓ છૂટક એટલે કે રિટેલ ક્ષેત્રમાં સ્વતંત્ર વેપાર કરવા માટે અલગ થઇ રહ્યા છે. આ પ્રકારે રિટેલ બિઝનેસ કરવા માટે અમેરિકન રિટેલ બિઝનેસ કંપની વોલ માર્ટ 50:50ના જથ્થાબંધ સંયુક્ત બિઝનેસમાં પોતાના ભારતીય પાર્ટનર પાસેથી ભાગીદારીમા તેનો હિસ્સો ખરીદી લેશે.

આ અંગે રજૂ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં બંને કંપનીઓએ જણાવ્યું છે કે તેમની વચ્ચે ભારતમાં સ્વતંત્ર રીતે અલગ વેપાર માળખાની માલિકી કરવા માટે સહમતિ તૈયાર થઇ છે. આ કારણે તેઓ રિટેલ બિઝનેસમાં પોતાની ફ્રેન્ચાઇઝી અંગેની સમજુતીનો અંત લાવવા માટે તૈયાર થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમજુતી પાક્કી સમજુતીનો અંતિમ સ્વરૂપ આપવા તેમજ જરૂરી નિયમાનુસાર મંજુરી મેળવવા પર અમલી બનશે.

walmart-bharti

આ નવી સમજુતી અંગે જરૂરી મંજુરીઓ મળી ગયા બાદ વોલમાર્ટ સંયુક્ત સાહસ કંપની ભારતી વોલમાર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ભારતીની ભાગીદારી ખરીદશે. જેનાથી આ જથ્થાબંધ કારોબારી સાહસ પર વોલમાર્ટની 100 ટકા માલિકી સ્થાપિત થશે.

આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા ભારતી એન્ટરપ્રાઇસના વાઇસ ચેરમેન અને પ્રબંધ નિર્દેશક રાજન ભારતી મિત્તલનું કહેવું છે કે ભારતી એક વિશ્વસનીય રિટેલ ચેઇન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તે માટે તમામ પ્રકારે ભારતી રિટેલમાં રોકાણ ચાલુ રાખવામાં આવશે. અમારી પાસે 212 સ્ટોર્સની સાથે વેપારને મજબૂત કરી ગ્રાહકોને ખુશ કરવા માટે મજબૂત મંચ છે.

English summary
Bharti Wal Mart part ways for pursue retail biz independently in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X