For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇનકમિંગ કોલ્સ ખર્ચાળ થશે, દર મહિને 75 રૂપિયા ચૂકવવા પડશે

ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જ તેમના વપરાશકર્તાઓને મોટો ફટકો આપવાની તૈયારીમાં છે. ફોન રિસીવ કરવો તમને મોંઘો પડશે.

|
Google Oneindia Gujarati News

ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જ તેમના વપરાશકર્તાઓને મોટો ફટકો આપવાની તૈયારીમાં છે. ફોન રિસીવ કરવો તમને મોંઘો પડશે. જ્યાં પહેલા તમને લાઇફ ટાઈન રિચાર્જની ઓફર મળતી હતી, હવે ત્યાં તમને આવનારા કૉલ્સ માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. તમારે દર મહિને ઓછામાં ઓછા 75 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આવનારા કોલ્સ જારી રાખવા માટે આ રિચાર્જ કરાવવું પડશે.

આ પણ વાંચો: ફેબ્રુઆરીથી FREE માં જોઈ શકશો TV ચેનલ, TRAI ના ફરમાન પછી કેબલ ઓપરેટરોએ આ શરતને પૂરી કરવી પડશે

ઇનકમિંગ કોલ મોંઘા હશે

ઇનકમિંગ કોલ મોંઘા હશે

સીએનબીસી આવાઝના અહેવાલ મુજબ ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં તેમના ન્યૂનતમ રિચાર્જને મોંઘુ કરવા માટેની તૈયારી કરી રહી છે. ભારતીય એરટેલ તેના ન્યૂનતમ ટેરિફ પ્લાનને 35 થી વધારી 75 રૂપિયા કરવા જઈ રહી છે. આ રિચાર્જ તમારા ફોન પર ઇનકમિંગ કૉલ્સ ચાલુ રાખવા માટે કરવામાં આવશે. જો તમે ન્યૂનતમ રિચાર્જ નહિ કરાવો તો , તમને તમારા ફોન પર કોઈ ઇનકમિંગ કોલ પ્રાપ્ત થશે નહીં.

75 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે

75 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે

તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓએ નવેમ્બર 2018માં ન્યુનતમ રિચાર્જ પ્લાન રજુ કર્યું હતું, જેના હેઠળ વપરાશકર્તાને ઓછામાં ઓછા 35 રૂપિયાનું રિચાર્જ કરાવવું અનિવાર્ય હતું. પ્રથમ એરટેલે 35 રૂપિયાના રિચાર્જ માટે ફરજિયાત બનાવ્યું. આ પછી, વોડાફોન આઇડિયાએ તેની યોજનામાં ફેરફાર કરતા ઓછામાં ઓછું રિચાર્જ 35 રૂપિયા કરી દીધું હતું. એરટેલ, વોડાફોન જેવા ટેલિકોમ કંપનીઓને પ્રાઇસ વૉરમાં થયેલા નુકસાન પછી તેમની રિચાર્જ યોજનામાં ફેરફાર કર્યો છે. કંપનીઓએ મફત ઇનકમિંગ સેવા રોકી અને ન્યૂનતમ રિચાર્જ પ્લાન રજૂ કર્યો. ટેલિકોમ કંપનીઓને એવરેજ રેવન્યૂને (ARPU) વધારવા માટે ઇનકમિંગ સર્વિસ માટે 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન લોન્ચ કર્યા, જેના પછી વપરાશકર્તાઓને ઇનકમિંગ કોલ્સ માટે પણ દર મહિને રિચાર્જ કરાવવું પડશે.

શા માટે લીધું આ પગલું

શા માટે લીધું આ પગલું

હકીકતમાં કંપનીઓ માને છે કે મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે કે તેઓ એક સાથે ઘણી કંપનીઓના કનેક્શનનો ઉપયોગ. આવા વપરાશકારો માત્ર છ મહિના અને એકની વૈધતાનું રિચાર્જ કરાવે છે. આ નંબરો પર ઇનકમિંગ ચાલુ રહે છે, જ્યારે બીજા નંબર પર તેઓ આઉટગોઇંગ માટે રિચાર્જ કરાવે છે. આવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ કંપનીઓએ ઇનકમિંગ માટે ન્યૂનતમ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.

English summary
Big News: No free Incoming calls, Telecom companies will increase Monthly Tariff to Rs 75
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X