ફેબ્રુઆરીથી FREE માં જોઈ શકશો TV ચેનલ, TRAI ના ફરમાન પછી કેબલ ઓપરેટરોએ આ શરતને પૂરી કરવી પડશે
ફેબ્રુઆરીમાં તમારે એક પણ રૂપિયો આપ્યા વિના મફત ટીવી ચેનલ જોવાની તક મળી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કેબલ ટીવી અથવા ડીટીએચ કેબલ ઑપરેટર્સને કડક રીતે સૂચના આપી છે.
ફેબ્રુઆરીમાં તમારે એક પણ રૂપિયો આપ્યા વિના મફત ટીવી ચેનલ જોવાની તક મળી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કેબલ ટીવી અથવા ડીટીએચ કેબલ ઑપરેટર્સને કડક રીતે સૂચના આપી છે. જો તે સૂચનાઓ અનુસરવામાં નહિ આવે, તો ગ્રાહકોને કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના સર્વિસ આપવી પડશે. TRAI ના નવા નિર્દેશ પછી તમને ન માત્ર તમારી પસંદગીની ચેનલ જોવા મળશે, પરંતુ તમારી સર્વિસ ડાઉન રહેવા પર તમને ફ્રી સર્વિસનો પણ લાભ મળશે.
આ પણ વાંચો: Trai: લોકોને ખોટી માહિતી આપી રહ્યું હતું ટાટા સ્કાય
|
ફ્રીમાં જોઈ શકશો ટીવી ચેનલ
TRAI ના નવા આદેશ મુજબ જો તમારી કેબલ સર્વિસ ડાઉન થઇ છે અને તમારી કંપ્લેન કર્યા પછી પણ જો 72 કલાકમાં તમારી સર્વિસ યોગ્ય રીતે ન થઇ હોય તો ગ્રાહકને સર્વિસ ફ્રી મળશે. આનો અર્થ એ કે કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની જો 72 કલાકમાં તમારી સર્વિસ પુરી નહિ કરે તો તે તમારી પાસેથી કોઈપણ ફી ચાર્જ નહીં લઇ શકે.

TRAI એ માહિતીને ટ્વિટ કરી
ટ્રાઇએ ઘોષણા કરી છે કે જો ટીવી કનેક્શનમાં તકલીફ આવી રહી છે અને ગ્રાહક દ્વારા ફરિયાદ ફાઇલ કરાવ્યા પછી જો કેબલ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર ફરિયાદોને 72 કલાકમાં રીપેર ન કરી શકે તો તેમને ગ્રાહકને ફ્રીમાં સર્વિસ આપવી પડશે. ટ્રાઇએ આ માહિતીને ટ્વીટ કરી છે. હવે પછી કેબલ ઓપરેટરો અને ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ ફરિયાદો વિશે લાપરવાહ રહેશે નહીં.

બદલાઈ જશે ટીવી જોવાનો નજરીયો
ટ્રાઈનો નવો નિયમ 1 લી ફેબ્રુઆરીથી લાગૂ થશે. નવો નિયમ લાગુ થયા પછી તમે તમારી પસંદની ચેનલ પસંદ કરી શકશો. તમારે ફક્ત તે જ ચેનલ્સ માટે ચૂકવણી કરવી પડશે. ટ્રાઈનો નવો નિયમ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ પછી દરેક ચેનલમાં એક ફિક્સ રેટ હશે. 1 ફેબ્રુઆરીથી 130 રૂપિયા સાથે જીએસટીમાં તમે 100 સ્ટાન્ડર્ડ ડેફિનેશન ચેનલો જોઈ શકશો. આ પછી તમે જે પણ ચેનલ પસંદ કરો છો તેના માટે તમારે અલગથી ચુકવણી કરવી પડશે. ટ્રાઇનો નવો નિયમ 1 ફેબ્રુઆરી, 2019 થી લાગૂ થઇ જશે.












Click it and Unblock the Notifications
