For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની અસરઃ મોંઘવારી ઘટી, સાથે ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટ્યું

કોરોનાની અસરઃ મોંઘવારી ઘટી, સાથે ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનમાં મધ્યમ વર્ગ માટે રાહતભર્યા સમાચાર છે. ભારત સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ એપ્રિલમાં દેશમાં રિટેલ મોંઘવારી દર 5.84 ટકા રહી ગયો. માર્ચમાં રિટેલ મોંઘવારી દર 5.91 ટકા રહ્યો હતો. જણાવી દઈએ કે રિટેલ મોંઘવરીના પાછલા 4 મહિના સૌથી નીચલા સ્તરે છે. છતાં પણ રિટેલ મોંઘવારી ભારતીય રિઝ્વ બેંકના મધ્યમ અવધિના 4 ટકાના લક્ષ્યથી સતત 6 મહિના વધુ રહ્યો. ખાદ્ય વસ્તુઓ પર રિટેલ મોંઘવારી જે રસોઈના બજેટમાં બદલાવ માપવા માટેની એક રીત છે, એપ્રિલમાં 8.76 ટકા પર અપરિવર્તિત રહ્યો.

retail market

આંકડા સામાન્ય નથી

જો કે મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે અપર્યાપ્ત ડેટા કલેક્શનના કારણે એપ્રિલ માટે સામાન્ય કંજ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા જાહેર કરાયા નથી. એપ્રિલ 2020 માટે પ્રાઈસ ડેટા મોટા પાયે નિર્દિષ્ટ આઉટલેટથી ટેલિફોન પર વાત કરીને એકઠા કરવામાં આવ્યા છે. પ્રાઈસ ડેટા સામાન્ય રીતે પસંદિગ 1114 શહેરી બજારો અને 1181 ગામમાથી એકઠા કરવામાં આવે છે. આ ડેટા એનએસઓના ફીલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફીલ્ડ કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત યાત્રાઓના માધ્યમથી એકઠા કરવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઉપભોક્તા મુદ્રાસ્ફીતિ 6.09 ટકા રહી, જ્યારે શહેરી ક્ષેત્રોમાં આ 5.59 ટકા રહી.

ઔદ્યોગિક અને વિનિર્માણ ક્ષેત્રનું ઉત્પાદન ઘટ્યું

માર્ચમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 16.7 ટકા ઘટ્યું, જ્યારે ફેબ્રુઆરીમાં તેમાં 4.5 ટકાનો વધારો નોંધાયો હતો. જેની પાછળ મુખ્ય રૂપે લૉકડાઉનને કારણે ખનન, વિનિર્માણ અને વિજળી ક્ષેત્રનું ખરાબ પ્રદર્શન છે. પાછલા વર્ષે માર્ચમાં 3.1 ટકાની વૃદ્ધિના મુકાબલે આ વર્ષે માર્ચમાં વિનિર્માણ ક્ષેત્ર ઉત્પાદનમાં 20.6 ટકાની ગિરાવટ નોંધાણી. આ દરમિયાન વિજળી ઉથ્પાદનમાં 2.2 ટકાના વધારાના મુકાબલે 6.8 ટકાની ગિરાવટ આવી. ખનન ેત્રનું ઉત્પાદન પહેલાના 0.8 ટકાની વૃદ્ધિના મુકાબલે સપાટ રહ્યો.

Lockdown: જાણો બુધવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છેLockdown: જાણો બુધવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

English summary
Big news on economy Retail inflation reduced but industrial production decreased as well
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X