For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની સૌથી મોટી મોબાઇલ નિર્માણ કરતી કંપની

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરમાં મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતીય મોબાઇલ બજાર પણ તેનાથી અછૂતુ રહી શક્યું નથી. વિશ્વની જેમ ભારત પણ એક મોટુ બજાર બનીને ઉભરી રહ્યું છે. વિશ્વની મોટાભાગની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ ભારતીય બજારમાં દરરોજ પોતાના નીતનવા મોબાઇલ ફોન ખાસ કરીને સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી રહી છે. જો કે, તેમાં કેટલીક કંપનીઓ ગ્રાહકોને આકર્ષકવામાં સફળ નીવડી રહી છે, તો કેટલીક કંપનીઓ નિષ્ફળ.

ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જે મોબાઇલ કંપનીઓ વિશ્વ ભરમાં પોતાના મોબાઇલ નિર્માણ કરવાના મામલે ટોચમાં આવે છે. જેમાં એલજી, સોની, એપલ અને સેમસંગ સહિતની કંપનીઓ આવી જાય છે. આ યાદીમાં સેમસંગ સૌથી ટોચ પર છે જ્યારે નોકિયા બીજા અને એપલ ત્રીજા ક્રમે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વની ટોચની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ અંગે. આ માહિતી ગાર્ટનર દ્વારા પોતાના એક સર્વેમાં બહાર પાડવામાં આવી છે.

સેમસંગ

સેમસંગ

દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ દ્વારા 2013માં સૌથી વધારે 107.5 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે. 2012માં આ આંકડો 90.4 મિલિયનનો હતો.

નોકિયા

નોકિયા

નોકિયા દ્વારા 2013માં 60.9 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે. જો કે, 2012ની સરખામણીએ આ આંકડો ઓછો છે. 2012માં આ આંકડો 83.4 મિલિયનનો હતો.

એપલ

એપલ

એપલ દ્વારા 2013માં 31.8 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે. 2012માં કંપનીએ 23.9 મિલિયન મોબાઇલ ફોન વેચ્યા હતા.

એલજી ઇલેક્ટ્રોનિક્સ

એલજી ઇલેક્ટ્રોનિક્સ

એલજી દ્વારા 2013માં 17 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે અને 2012માં કંપની દ્વારા 14.3 મિલિયન મોબાઇલ ફોન વેચવામાં આવ્યા હતા.

ઝેડટીઇ

ઝેડટીઇ

ઝેડટીઇ દ્વારા 2013માં 15.2 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે અને 2012માં કંપની દ્વારા 17.1 મિલિયન મોબાઇલ ફોન વેચવામાં આવ્યા હતા. 2012 કરતા 2013માં કંપનીના મોબાઇલ વેચાણનો આંકડો ઘટ્યો છે.

હુવેઇ

હુવેઇ

હુવેઇ ચીનની મોબાઇલ કંપની છે. હુવેઇ દ્વારા 2013માં 11.2 મિલિયન અને 2012માં 10.8 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું.

લેનોવો

લેનોવો

લેનોવો દ્વારા 2013માં 10.9 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું છે અને 2012માં કંપનીએ 6.8 મિલિયન મોબાઇલ ફોન વેચ્યા હતા.

ટીસીએલ કોમ્યુનિકેશન્સ

ટીસીએલ કોમ્યુનિકેશન્સ

ટીસીએલ દ્વારા 2013માં 10.1 મિલિયન અને 2012માં 9.3 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું.

સોની મોબાઇલ કોમ્યુનિકેશન્સ

સોની મોબાઇલ કોમ્યુનિકેશન્સ

સોની મોબાઇલ દ્વારા 2013માં 9.7 મિલિયન અને 2012માં 7.3 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું.

યુલોંગ

યુલોંગ

ચીનની મોબાઇલ કંપની યુલોંગ દ્વારા 2013માં 7.9 મિલિયન અને 2012માં 4 મિલિયન મોબાઇલ ફોનનું વેચાણ કરવામાં આવ્યું હતું.

English summary
Biggest Mobile Phone Manufacturers in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X