For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરી કંપની વેચાશે, આ કંપનીઓ બની શકે ખરીદદાર

|
Google Oneindia Gujarati News

ટોરન્ટો, 13 ઓગસ્ટ : સ્માર્ટફોન બનાવનારી કંપની બ્લેકબેરીએ બિઝનેસના નવા વિકલ્પો શોધવા માટે એક સમિતીની રચના કરી છે. આ સમિતી અન્ય વિકલ્પોની સાથે બ્લેકબેરી કંપનીને વેચવાના વિકલ્પ અંગે પણ વિચાર કરશે. બ્લેકબેરી બોર્ડના એક સભ્ય ટિમોથી ડૈટલ્સને આ સમિતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સમિતી વિવિધ બિઝનેસ મોડેલ્સ અંગે વિચાર કરશે. જેમાં નવી વ્યાવસાયિક ભાગીદારીનો પણ સમાવેશ થાય છે.

કંપની પોતાના સ્માર્ટફોન બ્લેકબેરી 10 મોડલનું વેચાણ વધારવા માંગે છે. આ મોડેલના વેચાણને કંપનીના ભવિષ્ય માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. બ્લેકબેરીને પાછલા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન માર્કેટમાં એપલ અને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

કંપનીએ વર્ષ 2013માં રિસર્ચ ઇન મોશન નામનો ત્યાગ કરીને બ્લેકબેરી નામ અપનાવ્યું હતું. આ ગતિવિધિની સાથે જ તેણે બ્લેકબેરી 10 મોડેલને માર્કેટમાં લોન્ચ કર્યો હતો. છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીને 8 કરોડ 40 લાખ ડોલરનું નુકસાન થયું હતું. માનવામાં આવે છે કે વર્તમાન ત્રિમાસિક ગાળામાં તેને આના કરતા પણ વધારે નુકસાન થવાની શક્યતા છે.

બ્લેકબેરી બોર્ડના એક સભ્ય ટિમોથી ડૈટલ્સે જણાવ્યું કે અમારું માનવું છે કે નવી રણનીતિઓ પર વિચાર કરવાનો આ યોગ્ય સમય છે. પાછલા વર્ષે બોર્ડ બ્લેકબેરી 10ના લોન્ચિંગ, બીઇએસની 10 સ્થાપના અને કંપનીની આર્થિક સ્થિતિને સુધારવામાં વ્યસ્ત રહ્યું. અમે ગ્રાહકો અને શેરધારકોનો લાંબાગાળાનો ફાયદો કરાવતા પગલાં લેવામાં આવે તે દિશામાં કામ કરવા માંગીએ છીએ.

બ્લેકબેરીના સૌથી મોટા શેરધારક ફેરફેક્સ ફાઇનાન્શિયલના ચેરમેન પ્રેમ વત્સે આ સમિતીની રચના બાદ બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું. આ અંગે વત્સે જણાવ્યું કે તેઓ બંને કંપનીઓ વચ્ચે થનારી સંભવિત અથડામણથી બચવા માંગતા હતા.

બ્લેકબેરી કંપનીને વેચવામાં આવે તો તેના સંભવિત ખરીદદારોની યાદીમાં આ કંપનીઓ ટોપમાં આવે છે...

રિમમાંથી બ્લેકબેરી

રિમમાંથી બ્લેકબેરી


કંપનીએ વર્ષ 2013માં રિસર્ચ ઇન મોશન નામનો ત્યાગ કરીને બ્લેકબેરી નામ અપનાવ્યું હતું.

બ્લેકબેરી

બ્લેકબેરી


કુલ એસેટ - 13.165 બિલિયન અમેરિકન ડોલર (2013)
કુલ ઇક્વિટી - 9.460 બિલિયન અમેરિકન ડોલર (2013)

સેમસંગ

સેમસંગ


કુલ એસેટ - 384.3 બિલિયન અમેરિકન ડોલર (2011)
કુલ ઇક્વિટી - 159.6 બિલિયન અમેરિકન ડોલર (2011)

એચટીસી

એચટીસી


કુલ એસેટ - 7.09 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 2.76 બિલિયન અમેરિકન ડોલર (2012)

એલજી

એલજી


કુલ એસેટ - 32.65 બિલિયન કોરિયન વોન (2011)
કુલ ઇક્વિટી - 13.14 બિલિયન કોરિયન વોન (2011)

મોટરોલા

મોટરોલા


કુલ એસેટ - 13.92 બિલિયન અમેરિકન ડોલર (2011)
કુલ ઇક્વિટી - 5.27 બિલિયન અમેરિકન ડોલર (2011)

ગૂગલ

ગૂગલ


કુલ એસેટ - 93.80 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 71.72 બિલિયન અમેરિકન ડોલર (2012)

નોકિયા

નોકિયા


કુલ એસેટ - 29.949 બિલિયન પાઉન્ડ (2012)
કુલ ઇક્વિટી - 8.061 બિલિયન પાઉન્ડ (2012)

માઇક્રોસોફ્ટ

માઇક્રોસોફ્ટ


કુલ એસેટ - 142.43 બિલિયન અમેરિકન ડોલર (2013)
કુલ ઇક્વિટી - 78.94 બિલિયન અમેરિકન ડોલર (2013)

ફેસબુક

ફેસબુક


કુલ એસેટ - 15.10 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 11.75 બિલિયન અમેરિકન ડોલર (2012)

એમેઝોન

એમેઝોન


કુલ એસેટ - 32.53 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 8.19 બિલિયન અમેરિકન ડોલર (2012)

ડેલ

ડેલ


કુલ એસેટ - 47.54 બિલિયન અમેરિકન ડોલર (2013)
કુલ ઇક્વિટી - 10.68 બિલિયન અમેરિકન ડોલર (2013)

એચપી

એચપી


કુલ એસેટ - 108.76 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 22.83 બિલિયન અમેરિકન ડોલર (2012)

એસર

એસર


કુલ એસેટ - 226,659.0 તાઇવાન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 75,032.2 તાઇવાન ડોલર (2012)

ઇન્ટેલ

ઇન્ટેલ


કુલ એસેટ - 84.35 બિલિયન અમેરિકન ડોલર (2012)
કુલ ઇક્વિટી - 51.20 બિલિયન અમેરિકન ડોલર (2012)

English summary
Blackberry on sale; this companies may become buyer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X