For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આફત સમયે મદદ કરવા બ્રિકસ વિકાસ બેંક રચવા સહમત

|
Google Oneindia Gujarati News

brics
ડરબન, 28 માર્ચ : બહુપક્ષીય આર્થિક વ્યવસ્થામાં સુધારણા માટે ભારતના અભિયાનને એક મોટી સફળતા મળી છે. વિકાસશીલ અર્થતંત્રોના સશક્ત સમૂહ બ્રિક્સે નવી વિકાસ બેંક સ્થાપવાનો નિર્ણય લીધો છે. બ્રિક્સ દેશોએ આફતના સમયમાં પરસ્પર મદદ કરવા માટે 100 અબજ ડોલરના આર્થિક ભંડોળની વ્યવસ્થા કરવા માટે પણ સહમતી દર્શાવી છે.

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (BRICS) દેશોના અગ્રણી નેતાઓ બ્રિક્સ સંમેલનમાં એકઠા થયા હતા. અહીં તેઓ બ્રિક્સ વ્યાવસાયિક પરિષદ શરૂ કરવાનો નિર્ણય લીઘો હતો. જેથી સભ્ય દેશોની કંપનીઓની વચ્ચે વેપાર, રોકાણ તથા સહયોગને પ્રોત્સાહિત કરી શકાય.

બ્રિક્સ દેશોની બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં નેતાઓએ જણાવ્યું હતું કે "અમે એ વાતથી સંતુષ્ટ છીએ કે નવી વિકાસ બેંક સ્થાપનાનો પ્રસ્તાવ વ્યાવહારિક છે અને તેને ચલાવી શકાય એમ છે." તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે વિકાસશીલ દેશોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં મુશ્કેલી આવે છે. કારણ કે આ માટે દેશોને લાંબા સમયનું ધિરાણ મળી શકતું નથી. આ દિશામાં તેમને ખાસ વિદેશી રોકાણ પણ મળતું નથી. બ્રિક્સ નેતાઓએ જણાવ્યું કે બ્રિક્સ દેશોમાં મૂડીગત સંસાધનોની ઉણપના કારણે વૈશ્વિક માંગ પ્રભાવિત થાય છે. બ્રિક્સ દેશોની મદદથી તેમાં સકારાત્મક સહાય મળશે.

બેઠક બાદના નિવેદનમાં વિકાસ બેંકની રચનાના નિર્ણયની જાહેરાત તો કરવામાં આવી હતી પણ બેઠકમાં પ્રસ્તાવિત બેંકની મૂડી અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બ્રિક્સ દેશોના નાણા મંત્રીઓની બેઠકની મૂડી અને અન્ય મુદ્દાઓ પર સપ્ટેમ્બર સુધીમાં ચર્ચા વિચારણા કરીને પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે.

English summary
BRICS plan development bank to fund in crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X