For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી વાર 49 હજારને પાર ખુલ્યો સેન્સેક્સ, તેજીથી ઉપર ગયા IT કંપનીના શેર

સપ્તાહનો પહેલો કારોબારી દિવસ શેર માર્કેટ માટે ઘણો ખાસ રહ્યો જ્યાં પહેલી વાર સેન્સેક્સ 49 હજારને પાર ખુલ્યો.

|
Google Oneindia Gujarati News

Sensex Update News: સપ્તાહનો પહેલો કારોબારી દિવસ શેર માર્કેટ માટે ઘણો ખાસ રહ્યો જ્યાં પહેલી વાર સેન્સેક્સ 49 હજારને પાર ખુલ્યો. હાલમાં અત્યારે સેન્સેક્સ 402.59 પોઈન્ટ પર 49,185.10 પર કારોબાર કરી રહ્યો છે. વર્તમાન સમયમાં આઈટી કંપનીઓના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. સોમવારે પ્રારંભિક કારોબારમાં ઈંડેક્સે 49,260ના આંકડે પહોંચ્યો. નિફ્ટી માટે પણ સપ્તાહનો પહેલો કારોબારી દિવસ સારો રહ્યો જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં નિફ્ટી 83.90 પોઈન્ટ ઉપર 14,431.20ના સ્તરે ખુલ્યો. વળી, આ તેજીના કારણે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની બજાર પૂંજી 196.93 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

sensex

વાત કરીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની તો ત્યાં હજુ 2660 કંપનીઓનો કારોબાર થઈ રહ્યો છે. જેમાંથી 1596 કંપનીઓ એટલે કે 60 ટકાના શેરમાં તેજી જોવા મળી છે. આમાંથી 370 કંપનીઓના શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ દેશની દિગ્ગજ સૉફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે ટીસીએસે મજબૂત ત્રિમાસિક પરિણાો આપ્યા છે. 2020ના અંતિમ ત્રિમાસિકમાં તમામ મુશ્કેલીઓ બાદ ટીસીએસે 7.2 ટકા લાભ વધાર્યો. જેના કારણે માર્કેટ 49 હજારને પાર ખુલ્યો.

વળી, 2020માં આખી દુનિયા મહામારીની ચપેટમાં હતી જેના કારણે લાખો કંપનીઓને ઘણુ વધુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. હવે કોરોના વેક્સીનને મંજૂરી મળી ગઈ છે. આશા છે કે જલ્દી દેશભરમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ જશે. એવામાં માર્કેટમાં તેજીના કારણે વેક્સીનના પૉઝિટીટ પરિણાોને પણ માનવામાં આવી રહ્યા છે. વળી, વિદેશી કંપનીઓને પણ ભારતીય બજારમાં લુભાવવામાં સફળ રહ્યા જેના કારણે જાન્યુઆરીમાં અત્યાર સુધી વિદેશી રોકાણકારોને શુદ્ધ રીતે 4819 કરોડ રૂપિયાના રોકાણ કર્યુ છે જ્યારે પ્રોવિઝનલ આંકડામાં આ 9264 કરોડ રૂપિયાના પાર છે.

કોઈ પણ કિંમતે પાછા નહિ લેવાય કૃષિ કાયદાઃ હરિયાણા CM ખટ્ટરકોઈ પણ કિંમતે પાછા નહિ લેવાય કૃષિ કાયદાઃ હરિયાણા CM ખટ્ટર

English summary
bse nse sensex update 11 january, good performance IT company.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X