For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બમણી રાહત આપવા પાછળ નાણામંત્રીએ જણાવ્યા આ કારણો

ચૂંટણી વર્ષમાં મોદી સરકારે ટેક્સ છૂટમાં મોટી રાહત આપી છે પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો આની પાછળ ઠોસ કારણ પણ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કરતા નાણામંત્રી પિયુષ ગોયલે શુક્રવારે (1 ફેબ્રુઆરી, 2019) ના રોજ નોકરિયાત લોકોને મોટી રાહત આપીને આવક વેરાની સીમા અઢી લાખથી વધારીને પાંચ લાખ કરી દીધી. પિયુષ ગોટલે સેલેરી ક્લાસને મોટી રાહત આપી છે. નાણામંત્રીના આ એલાન પર પીએમ મોદી ઘણા ખુશ જોવા મળ્યા. નાણામંત્રીના એલાન પર ખુદ પ્રધાનમંત્રી મોદી ખુશ જોવા મળ્યા અને તેમણે ડેસ્ક થપથપાવીને જોરદાર રીતે છૂટનું સ્વાગત કર્યુ. છૂટની સીમા પાંચ લાખ કરવા પર એનડીએ સાંસદોએ સંસદમાં મોદી-મોદીના સૂત્રોચ્ચાર પણ કર્યા. ટેક્સ છૂટની સીમા બમણી કરવા પર અરુણ જેટલીની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ, 'ભારતના ઈતિહાસમાં આ પ્રકારની છૂટ ક્યારેય નથી આપવામાં આવી. આ ઐતિહાસિક છે.' એ વાત સાચી છે કે ચૂંટણી વર્ષમાં મોદી સરકારે ટેક્સ છૂટમાં મોટી રાહત આપી છે પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો આની પાછળ ઠોસ કારણ પણ છે. નાણામંત્રી પિયુષ ગોયલે પોતાના ભાષણમાં એ બે વાતાનો ઉલ્લેખ કર્યો જેના કારણે ટેક્સ છૂટ અઢીથી વધારીને પાંચ લાખ કરી દેવામાં આવી છે.

પિયુષ ગોયલે ટેક્સ છૂટ પાછળ ગણાવ્યા આ બે મોટા કારણો

પિયુષ ગોયલે ટેક્સ છૂટ પાછળ ગણાવ્યા આ બે મોટા કારણો

નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે ગયા પાંચ વર્ષમાં ટેક્સપેયર્સની સંખ્યામાં 80 ટકાનો વધારો થયો છે. એટલુ જ નહિ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ હવે વધીને 12 લાખ સુધી પહોંચી ગયુ છે. જેના કારણે ટેક્સ છૂટ સીમા વધારીને અઢીથી પાંચ લાખ કરી દેવામાં આવી છે. સરકારે પ્રત્યક્ષ કરથી મળનારી આવક 2013-14માં લગભગ 6.38 લાખ કરોડ રૂપિયા હતી. નાણામંત્રીએ એ પણ 80સી હેઠળ જે છૂટ પહેલેથી મળી રહી છે તેના કારણે એ નોકરિયાત લોકોને પણ રાહત મળશે જેમની વાર્ષિક આવક 7 લાખ સુધી છે.

7 લાખ સુધીની આવકવાળા આ રીતે બચાવી શકે છે ટેક્સ

7 લાખ સુધીની આવકવાળા આ રીતે બચાવી શકે છે ટેક્સ

નાણામંત્રી પિયુષ ગોયલે આવકવેરા છૂટને અઢીથી વધારીને પાંચ કરવા સાથે સ્ટાડન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા પણ કરી દીધુ છે. આનાથી મોટી સંખ્યામાં નોકરિયાત લોકોને પણ લાભ મળશે. આ ઉપરાંત સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પણ ટેક્સ છૂટ મેળવી શકાય છે.

પિયુષ ગોયલે ઘણી મહત્વની વાતો ભાષણ દરમિયાન કહી

પિયુષ ગોયલે ઘણી મહત્વની વાતો ભાષણ દરમિયાન કહી

હવે આવકવેરા રિટર્નનો ઉકેલો 24 કલાકની અંદર હશે અને રિફંડ પણ તરત જ મળશે.

બે વર્ષની અંદર આવકવેરાના બધા રિટર્નની સ્ક્રૂટની અને વેરિફેકેશન ઈલેક્ટ્રોનિક રીતે થશે. હવે આ કાર્યમાં ટેક્સ અધિકારીનો કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નહિ હોય.

હવે એફડીના વ્યાજ પર 40 હજાર સુધી કોઈ ટીડીએસ નહિ હોય.

આ પણ વાંચોઃ 7મું પગારપંચઃ બજેટ 2019માં 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરઆ પણ વાંચોઃ 7મું પગારપંચઃ બજેટ 2019માં 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

English summary
Budget 2019: why Piyush Goyal raised Income tax limit to Rs 5 lakh, read here two reasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X