For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2021: નાણામંત્રીએ કર્યુ નવી વાહન નીતિનુ એલાન, જાણો વિગત

નાણામંત્રીએ કહ્યુ છે કે એક નવી વાહન પૉલિસી લાવવામાં આવશે. જાણો વિગત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ બજેટથી ઘણી આશાઓ છે. નાણામંત્રીએ કહ્યુ છે કે એક નવી વાહન પૉલિસી લાવવામાં આવશે. જૂના વાહનો માટે સ્ક્રેપ પૉલિસી લાવવામાં આવશે. 20 વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કૉમર્શિયલ વાહનો માટે વાહન સ્ક્રેપેજ પૉલિસીની ઘોષણા કરવામાં આવી. નવા પૉલિસી વિશે ડિટેલ પરિવહન મંત્રાલય બાદમાં જાહેર કરશે. સ્વૈચ્છિત વાહન સ્ક્રેપિંગ પૉલિસીની ઘોષણા જલ્દી અલગથી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ ત્રીજુ બજેટ છે.

car

નાણામંત્રીએ કહ્યુ કે આ બજેટ મુશ્કેલીના સમયમાં તૈયાર કરવામાં આવ્યુ. નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત રાહત પેકેજનો ઉલ્લેખ કર્યો. નાણામંત્રી અનુસાર લૉકડાઉન દરમિયાન પીએમ ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત કરવામાં આવી. પીએમ ગરીબ કલ્યાણ યોજનાથી 12 કરોડ લોકોને મદદ મળી. કુલ આત્મનિર્ભર ભારત પેકેડ 27.1 લાખ કરોડ રૂપિયાનુ રહ્યુ જે જીડીપીની 13 ટકા સમાન છે. મફત અનાજ અને રસોઈની વ્યવસ્થા કરવામાં આવી. 8 કરોડ લોકોને મફત ગેસ આપવામાં આવી. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યુ.

આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી સુધાર

આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી સુધારો થશે. આ પેકેજથી ઈકોનૉમીને ઘણો ફાયદો થશે. કોરોના કાળમાં 5 મિની બજેટ રજૂ કરવામાં આવ્યા. સરકારે મે 2020માં આત્મનિર્ભર ભારત પેકેજ રજૂ કર્યુ હતુ. 40 કરોડ મહિલાઓને મદદ કરવામાં આવી. નાણામંત્રીએ કહ્યુ કે જો આપણે લૉકડાઉન ન લગાવતા તો સ્થિતિ બગડતી. નાણામંત્રીએ કહ્યુ કે 2021માં ઘણી પગલાં લેવામાં આવશે. અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે. બજેટ 6 પિલર પર આધારિત હશે. સરકારનુ લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનુ છે. બજેટમાં પીએમ આત્મનિર્ભર ભારત સ્વસ્થ ભારત યોજના શરૂ કરવામાં આવી. આ યોજ નાટમા 64180 કરોડ રૂપિયાનુ એલાન કરવામાં આવ્યુ. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રકમ વધારવામાં આવી.

બજેટથી ઘણી અપેક્ષા

આ વખતના બજેટથી ઘણી અપેક્ષાઓ લગાવામાં આવી હતી. કોરોનાથી અર્થવ્યવસ્થાને લાગેલા ઝટકામાંથી ઉભરવામાં બજેટની ભૂમિકાને મહત્વની માનવામાં આવી રહી હતી. જો કે સરકારે પહેલેથી જ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ઘણી મોટી ઘોષણાઓ કરી છે. બજેટનુ ફોકસ ગ્રોથને પાટા પર લાવવાનુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે આ વખતનુ બજેટ આવુ હશે જેવુ પહેલા ક્યારેય રજૂ કરવામાં આવ્યુ નથી.

Budget 2021: સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યો વિપક્ષBudget 2021: સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યો વિપક્ષ

English summary
Budget 2021: Finance Minister Nirmala Sitaraman announces new vehicle poliy, know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X